Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે મોગલ રોડ ફરી બંધ કરાયો

- ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી ઠંડીનો ચમકારો

- જમ્મુ- પૂંચ- રાજૌરી અને શોપિયાનના વાહન વ્યવહારને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો

(પી.ટી.આઇ.)    જમ્મુ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

કાશ્મીરના જમ્મુને પુંચ તેમજ રાજૌરી જિલ્લા સાથે જોડતો અને દ. કાશ્મીરના શોપીઆન સાથે સાંકળતો મોગલ રોડ, કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે બંધ કરવો પડયો છે. કાશ્મીરના પીર કા ગલી સહિતના ઉંચાણવાળા તેમજ પર્વતાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા નોંધાઈ હતી.

જો કે, કાશ્મીરમાં હિમવર્ષાને પગલે આ રોડ અગાઉ બંધ કર્યા બાદ તેને ૩૧ માર્ચે વન-વે ટ્રાફિક માટે ચાલુ કરાયો હતો. અન્યથા શિયાળામાં આ માર્ગ બંધ રહે છે પણ ગત સપ્તાહે વાતાવરણના અચાનક પલ્ટાના કારણે તેને ફરી લાંબા સમય માટે બંધ રખાયો હતો અને સેના તેમજ પોલીસે સંયુક્ત રાહતકાર્ય હાથ ધરીને ત્યારે આ માર્ગ પર ફસાયેલા ૩૦૦ લોકોને બચાવ્યા હતા.

પ્રવાસીઓને પણ કોઈ અનૈતિક ઘટના ન બને તે માટે ભારે હિમવર્ષા વાળા વિસ્તારોમાં ન જવા માટે તાકીદ કરાઈ છે. જ્યારે આ માર્ગ પરના ટ્રાફિકને પુંચ તેમજ શોપિઆન જિલ્લા તરફ વાળીને વારાફરતી ચાલુ રાખવામાં આવે છે. તો શોપિઆન જનારા વાહનોને બુફિલઆઝ માર્ગે વાળી દેવાયા છે.

Post Comments