Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલુ વર્ષે ચોમાસું સામાન્યઃ 97 ટકા વરસાદની આગાહી

- લાપસીનાં આંધણ મૂકો!: જગતના તાતની સમસ્યાઓ પર અમી છાંટણાની શક્યતા

- ચોમાસાની શરૃઆત ક્યારથી થશે તેની જાહેરાત ૧૫મી મેએ કરાશે, કુલ કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થશે

- જોકે ખાનગી એજન્સી ક્લાઇમેટે ત્રણ ટકા વધુ વરસાદનું અનુમાન કર્યું

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ભારતના કૃષી ક્ષેત્ર માટે આ વર્ષ સામાન્ય રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના આંકડાને જારી કર્યા છે અને એવુ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને સરેરાશ કરતા ૯૭ ટકા જેટલો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કેરળમાં ચોમાસાની શરૃઆત ક્યારે થશે તેની જાણકારી આગામી ૧૫મી મેના રોજ આપવામાં આવશે. હાલ જે અનુમાન જારી કરવામાં આવ્યું છે તે પહેલા ચરણનુ છે, મે માસમા ચોમાસાની શરૃઆત ક્યારે થશે તેની જાણકારી આપ્યા બાદ બીજા ચરણનું અનુમાન જારી કરાશે. જેમાં જુલાઇ અને ઓગસ્ટની વચ્ચે દેશના વીવીધ ક્ષેત્રોમાં થનારા વરસાદનું અનુમાન આપવામાં આવશે.

હવામાનની ખાનગી એજન્સી ક્લાઇમેટે પણ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અને ૧૦૦ ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ક્લાઇમેટના જણાવ્યા અનુસાર જુનથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦૦ ટકા વરસાદ પડશે. આ દરમિયાન ૮૮૭ મિમી વરસાદ પડવાની શક્યતાઓ છે. આ અનુમાન પાંચ ટકા આઘુ પાછુ થઇ શકે છે. ૯૬ ટકાથી ૧૦૪ ટકાની વચ્ચે થતો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૧૫માં જ એક એવુ વર્ષ આવ્યું કે જે સમયે ચોમાસુ સૌથી વધુ નબળુ રહ્યું હતું અને ૧૪ ટકા ઓછો વરસાદ પડયો હતો.

બીજી તરફ ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ ૯૭ ટકા રહેવાનો અંદાજ છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલ કે.જી. રમેશે જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ નબળો રહેશે તેવી શક્યતાઓ ઓછી છે, કેમ કે ચોમાસુ સામાન્ય રહેશે. ગયા વર્ષે આખા દેશનો સરેરાશ આશરે ૯૫ ટકા વરસાદ રહ્યો હતો. અને ચાર મહિનાની સીઝન દરમિયાન ૮૭ સેમી વરસાદ પડયો હતો જે વાર્ષીક વરસાદના ૭૫ ટકા છે.

સામાન્ય ચોમાસાને કારણે પાક સારો રહેવાની શક્યતાઓ છે. દેશમાં કૃષીની સ્થિતિ વર્ષે ને વર્ષે કથળી રહી છે. જેને પગલે ખેડૂતો પણ આત્મહત્યા કરવા માટે મજબુર છે. આ સ્થિતિ વચ્ચે વરસાદ સારો રહેશે તેવા હવામાન વિભાગના અનુમાન જો સાચા ઠરે તો ખેડૂતોને થોડીઘણી રાહત મળી રહેશે. આ વખતે ખેડૂતો રોષે ભરાયેલા છે અને આંદોલનો પણ થઇ રહ્યા છે.

સારો વરસાદ લોકસભાની ચૂંટણી, દેશના અર્થતંત્ર માટે મહત્વનો
નિષ્ણાંતોનું અનુમાન છે કે જો સારો વરસાદ પડે તો તેના કારણે પાક પણ સારો ઉતરશે અને ખેડૂતોની સ્થિતિમાં પણ સામાન્ય સુધારો આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત દેશનું અર્થતંત્ર ઉધ્યોગો ઉપરાંત કૃષી પર ટકેલુ હોવાથી તેના પર પણ અસર થશે. ભારતના ૨ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં ૧૫ ટકા ફાળો કૃષી ક્ષેત્રનો છે.

જોકે દેશના જેટલા પણ લોકો છે તેમાંથી ૫૦ ટકાથી વધુ લોકોને રોજગારી કૃષીથી મળે છે. જો વરસાદ સારો રહે તો તેનાથી ગ્રામીણ ભારતની આવકમાં પણ વધારો થશે. સાથે દેશમાં ખાદ્ય પદાર્થોની આયાત નહીં કરવી પડે અને નિકાસ પણ વધશે. સારા વરસાદને કારણે અર્થતંત્રની સાથે આગામી લોકસભાની ચૂંટણી પર પણ તેની અસર થઇ શકે છે.

પાંચ વર્ષનું અનુમાન અને વાસ્તવમાં પડેલો વરસાદ

વર્ષ

અનુમાન

પડેલો વરસાદ

૨૦૧૩

૯૮ ટકા

૧૦૬ ટકા

૨૦૧૪

૯૬ ટકા

૮૮ ટકા

૨૦૧૫

૯૩ ટકા

૮૬ ટકા

૨૦૧૬

૧૦૬ ટકા

૯૭ ટકા

૨૦૧૭

૯૮ ટકા

૯૫ ટકા

 

Post Comments