Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાતો નથી ખાવા દેતો નથી કહેનારા મોદીએ જય શાહ મામલે તપાસ કરાવવી જોઇએ : યશવંત સિંહા

- નોટબંધી, જીએસટી બાદ જય શાહ મામલે ભાજપના વરીષ્ઠ નેતાના વાકબાણ

- મામલાની તપાસ નહીં થાય તેવુ કહીને મોદી સરકાર નૈતિક્તાનું સ્તર નિમ્ન કક્ષાએ લઇ ગઇ

- દાન લઇને ચાલતી વેબસાઇટ વાયર પર ૧૦૦ કરોડનો દાવો કરવો અતી શરમજનક કહેવાય

- મોદીના મંત્રીઓ જય શાહના સીએ હોય તેમ તેના બચાવમાં ઉતર્યા છે, એસજી પદે રહી તુષાર મહેતા જયનો કેસ ન લડી શકે

નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, ઓક્ટોબર 2017
ભાજપના વરીષ્ઠ નેતા અને વાજપેયી સરકારમાં નાણા પ્રધાન રહી ચુકેલા યશવંત સિંહાએ નોટબંધી, જીએસટી અને ભાજપની ટોચની નેતાગીરીની ટીકા કર્યા બાદ હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મુદ્દે સ્ફોટક નિવેદન કર્યું છે. સિંહાએ જણાવ્યું હતું કે મોદી સરકારના મંત્રીઓ જાણે જય શાહના સીએ હોય તેવી રીતે જય શાહના બચાવમાં ઉતર્યા છે. તેઓ એ ભુલી જાય છે કે જય શાહ સરકારના વ્યક્તી નથી જ્યારે આ મંત્રીઓ સરકારી વ્યક્તિ કહેવાય. તેઓ એક સરકારી વ્યક્તિ હોવા છતા જે રીતે જય શાહનો બચાવ કરી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. જય શાહ એક વ્યાપારી છે અને પોતાનો બચાવ તેઓ ખુદ કરવા માટે સક્ષણ છે તો પછી સરકારના મંત્રીઓ વચ્ચે કેમ બચાવમાં આવ્યા ? મોદીજી કહે છે ખાતો નથી ખાવા દેતો નથી તો પછી જય શાહ મામલે તપાસ કરાવવામાં શું વાંધો છે ? આ મામલે પણ તપાસ થવી જોઇએ.

જય શાહની કંપનીએ એક જ વર્ષમાં ૧૬૦૦૦ ગણી કમાણી કરી લીધી હોવાનો ખુલાસો વાયર નામની વેબસાઇટે કર્યો હતો. આ વેબસાઇટ પર જય શાહે ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો કરવાની વાત કરી હતી. જય શાહના આ દાવાની ટીકા કરતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે વાયર નામની વેબસાઇટ લોકો પાસેથી દાન લઇને ચલાવવામાં આવે છે, આવી વેબસાઇટ્સ પર ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો કરવાની ધમકી આપવી અતી શરમજનક કહેવાય.

યશવંત સિંહાએ જય શાહના આ ૧૦૦ કરોડના દાવાની વાત ટાંકીને ટકોર કરતા કહ્યું હતું કે ૧૦૦ કરોડ રૃપિયા જ કેમ ? એક રૃપિયામાં પણ આબરુ રહી શકે. મીડિયાનો અવાજ દબાવા માટે આ માનહાનીના દાવા કરવાની ધમકીઓ આપવી તે યોગ્ય નથી. નોંધનીય છે કે જય શાહ અંગે વાયર વેબસાઇટે જે ખુલાસા કર્યા તે બાદ જય શાહના બચાવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ ઉતર્યા હતા. આ ઉપરાંત મોદીના અનેક મંત્રીઓએ બચાવ કર્યો હતો.

રાજનાથસિંહે તો એમ પણ કહી દીધુ હતું કે જય શાહ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ નહીં થાય. આ મામલે બોલતા યશવંત સિંહાએ કહ્યું હતું કે સરકારે જય શાહના મામલે તપાસ નહી થાય તેવું કહીને સૌ કોઇને આશ્ચર્યમાં મુકી દીધા, મોદી સરકાર ખુદ જજ બની ગઇ અને નિર્ણય પણ લઇ લીધો. જો ખરેખર જય શાહ મામલે તપાસ થાત તો લોકોની સમક્ષ સત્ય બહાર આવેત અને દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાત. પણ મને લાગે છે કે ભાજપમાં હવે પહેલા જેવું નૈતિક્તાનું સ્તર નથી રહ્યું.  મોદીજી કહે છે ખાતો નથી ખાવા દેતો નથી તો પછી જય શાહ મામલે તપાસ કરાવવામાં શું વાંધો છે ?

અડવાણીની જેમ અમિત શાહે પણ રાજીનામુ આપવું જોઇએ : યશવંત સિંહા
ભાજપના વરીષ્ઠ નેતા યશવંત સિંહાએ જય શાહ મામલે અમિત શાહને પણ આડેહાથ લીધા હતા. જોકે તેઓએ અમિત શાહ પાસેથી સીધી રાજીનામાની માગણી નહોતી કરી પણ આડકતરી રીતે તેઓએ જણાવ્યું હતું કે નૈતિક્તાના ધોરણે રાજીનામુ અગાઉ અનેક લોકો આપી ચુક્યા છે. ઉદાહરણ આપતા સિંહાએ જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ હવાલા મામલામાં નામ બહાર આવતા રાજીનામુ આપી દીધુ હતું, ત્યારે તો કોર્ટનો નિર્ણય પણ નહોતો આવ્યો. મે પણ બાદમાં મારા વિવેકને ધ્યાનમાં રાખીને આ મામલે રાજીનામુ આપી દીધુ હતું. આ ઉપરાંત તેઓએ એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા એક સરકારી પદ હોવાથી જય શાહનો કેસ ન લડી શકે. ખરેખર આપણે વર્ષો બાદ જે પણ નૈતિક્તાનું સ્તર મેળવ્યું હતું તે હવે નીચે આવી ગયું છે.

Post Comments