Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદીની 'જાસુસી સરકાર' સેટ-ટપ બોક્સમાં ચીપ લગાડશે :કોંગ્રેસ

- લોકો કઇ ચેનલ વધુ જૂએ છે તે જાણવા પગલું

- એટ્રોસિટીનો કાયદો યથાવત રાખવા વટહુકમ બહાર નહીં પાડીને સરકાર દેશની પીઠમાં ખંજર ભોંકે છે :કોંગ્રેસ

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

કોંગ્રેસે આજે મોદી સરકાર 'જાસુસ સરકાર' હોવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે સરકારે ટીવીના સેટ ટોપ બોક્સમાં ચીપ બેસાડવાની દરખાસ્ત મુકી છે જેના દ્વારા વ્યૂહવરશીપના આંકડા મેળવી શકાશે.

આ પગલું લોકોની પ્રાઇવસીના ગંભીર ભંગ સમાન છે અને સરકારનું જાસુસીનું બીજુ પગલું છે તેમ રણદીપ સૂરજેવાલે જણાવ્યું હતું. કોંગ્રેસે વધુ જણાવ્યું હતું કે મોદી સરકાર એટ્રોસિટીનો કાયદો યથાવત કરવાનો વટહુકમ નહીં લાવીને રાષ્ટ્રની પીઠમાં ખંજર  ભોંકે છે.

કોંગ્રેસના પ્રવકતા સૂરજેવાલે આક્ષેપ કર્યો હતો કે માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની લોકો પોતાના ટીવી પર કયા શો જુએ છે તે જાણવા માગે છે. મોદી સરકાર જાસુસની સરકાર છે કે જેણે પ્રાઇવસીનો સતત ભંગ કર્યો છે.

'અબ કી બાર સર્વેલન્સ સરકાર' તેમ જણાવી તેમણે સરકાર પર લોકોની પ્રાઇવસીનો ભંગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે માહિતી પ્રસારણ મંત્રાલયે લોકો ટીવીમાં કયા શો વધુ જુવે છે તે જાણવા સેટ ટોપ બોક્સમાં ચીપ બેસાડવાની દરખાસ્ત મુકી છે.

માહિતી પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ચેનલના વ્યૂહવરશીપના આંકડા ચોકસાઇપૂર્વક મેળવવા આ દરખાસ્ત મુકી છે. ટ્રાઇએ પણ જણાવ્યું હતું કે ડીટીએચ ઓપરેટરને પણ નવા સેટ અપ બોક્સમાં ચીપ બેસાડવાની દરખાસ્ત છે.

કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકારે નવા એટ્રોસીટીના કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ આંબેડકર જયંતિના રોજ એટ્રોસિટીના કાયદાકીય ફેરફાર નહીં કરવાનું વચન આપ્યું હતું તેનું પાલન થયું નથી. સરકારે એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમે સુચવેલા સુધારા પાછા ખેંચવા તાત્કાલિક વટહુકમ બહાર પાડવો જોઈએ તેમ નહીં કરીને મોદી સરકાર દેશની પીઠ પાછળ ખંજર ભોંકી રહી છે.

Post Comments