Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી સરકારની રામરાજ્ય સાથે સરખામણી ખોટી : કપિલ સિબલ

- કોંગ્રેસી નેતાના ઉ.પ્ર.ના મુખ્યમંત્રી પર ચાબખા

- બિનસાંપ્રદાયિકતા શબ્દ મોટું જુઠ્ઠાણું, જેણે આ શબ્દ બનાવ્યો તેણે દેશની માફી માગવી જોઇએ : યોગી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ઉ.પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિનસાંપ્રદાયિકતાને જુઠ્ઠણું ગણાવ્યા બાદ કોંગ્રેસના નેતા કપિલ સિબલે તેમની પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ મોદીના શાસનને રામરાજ્ય સાથે સરખામણી કરે છે તે તદ્દન ખોટી છે. આદિત્યનાથ બિનસાંપ્રદાયિકતાને જુઠ્ઠાણું ગણાવીને મોદી સરકારને રામરાજ્ય સાથે સરખાવે તે 'સત્ય' જ મોટું જુઠ્ઠાણું છે તેમ સિબલે ટ્વિટ કરીને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાયપુરમાં યોજાયેલા એક સમારંભમાં યોગીએ જણાવ્યું હતું કે આઝાદી મળ્યા પછી બિનસાંપ્રદાયિકતા એ શબ્દ જુઠ્ઠાણું છે. જેણે આ શબ્દ પ્રચલિત કર્યો તેણે દેશની માફી માગવી જોઇએ. ઈતિહાસને તોડવો મરોડવો તે દેશદ્રોહ જેવો જ ગુનો છે. કોઇ પણ વ્યક્તિ તટસ્થ હોઇ શકે પણ સાંપ્રદાયિક થઇ શકે નહીં.

કોંગ્રેસની ખોટી નીતિઓનું પરિણામ દેશના લોકો ભોગવે છે તેમ જણાવી યોગીએ ઉમેર્યું હતું કે તેમનો પક્ષ ધાર્મિક ભેદભાવ વિના સમગ્ર દેશને એક જ પરિવાર ગણીને આગળ વધે છે. વિરોધ પક્ષો હિન્દુત્વનો વિરોધ કરીને વિકાસનો વિરોધ કરે છે તેમ પણ તેમણે લખનાઉની એક સભામાં જણાવ્યું હતું. હિન્દુત્વ કોઇ ધર્મ કે સંપ્રદાય નહીં પણ રાષ્ટ્રીયતા સાથે સંકળાયેલો છે. હિન્દુત્વ અને વિકાસ એકબીજાના પૂરક છે તેમ તેમણે અયોધ્યા જતાં પહેલા પત્રકારોને જણાવ્યું હતું.
 

Post Comments