Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લગ્ન, સંમતિ અને મેરીટલ સંબંધ બાબતે દુનિયામાં કેવા છે કાયદા, આવો જાણીએ...

- વાંચો... 1860 બાદ પહેલીવાર કયો ઐતિહાસિક નિર્ણય લેવાયો

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં 77 વર્ષ જૂના એક કાયદાને ફરીથી લખીને સગીર પત્ની સાથેનો શારીરિક સંબંધ વિશે એક મોટો નિર્ણય સામે આવ્યો છે.

કોર્ટે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર માનવામાં આવશે. આ મામલે પતિને 10 વર્ષની જેલ અથવા પ્રોક્સો એક્ટ હેઠળ આજીવનકેદ પણ થઈ શકે છે.

આવો જાણીએ ભારત અને દુનિયાની સામે તમામ દેશોમાં લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને ઉંમરની મર્યાદા શું છે.

ભારતમાં સ્ત્રીની લગ્નની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. સંમતિ સાથે સેક્સ કરવાની ઉંમરની સીમા આજ છે. SCએ IPCની કલમ 375(2)ને અસંવેધાનિક જણાવ્યુ છે.

જે અનુસાર 15થી 18 વર્ષની પત્ની સાથે તેનો પતિ સંબંધ બાંધે તો તે બળાત્કાર જ માનવામાં આવશે. કોર્ટના આ ચુકાદા અનુસાર જો સગીર પત્ની એક વર્ષની અંદર ફરિયાદ કરે તો પતિ પર બળાત્કારનો કેસ ચાલશે.

કોર્ટના નિર્ણય બાદ હવે લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને એક કાયદો થઈ ગયો છે. 1860માં IPC અસ્તિત્વમાં આવ્યુ પછી પહેલીવાર એવું થયુ કે લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને એકસમાન ન્યુનતમ ઉંમરની મર્યાદા 18 વર્ષ થઈ ગઈ છે.

- અમેરિકામાં લગ્ન માટે માતા-પિતાની સંમતિ વિના છોકરા-છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ છે. લગ્નની કોઈ ન્યુનતમ ઉંમર મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી. ત્યાંજ સેક્સને લઈને ઉંમરની મર્યાદા 16-18 વર્ષ છે. જોકે અમેરિકામાં કાયદાને લઈને અમુક અપવાદ પણ છે.

- ચીનમાં છોકરાની ઉંમર મર્યાદા 22 વર્ષ અને છોકરીની ઉંમર મર્યાદા 20 વર્ષ છે. સેક્સ માટે સંમતિને લઈને ઉંમર મર્યાદા 14 વર્ષ છે.

જાપાનમાં કોઈની સંમતિ વિનાના લગ્ન માટે છોકરા-છોકરાની ઉંમર મર્યાદા 20 વર્ષ છે. માતા-પિતાની સંમતિથી લગ્નની ઉંમર મર્યાદા 18 અને 16 વર્ષ છે. અહીંયા સેક્સને લઈને સંમતિની ઉંમર મર્યાદા 13 વર્ષ છે.

- રૂસમાં માતા-પિતાની સંમતિ વિના લગ્નની ઉંમર મર્યાદા સમાન રૂપથી 18 વર્ષ અને સંમતિ સાથે લગ્નની ઉંમર સમાનરૂપથી 16 વર્ષ છે. અહીંયા સંમતિ સાથે સેક્સની ઉંમર મર્યાદા 16 વર્ષની નક્કી કરાઈ છે.

- યુ.કેમાં માતા-પિતાની મરજી વિના એકસમાન ઉંમર મર્યાદા 18 વર્ષ અને તેમની સંમતિ સાથેની ઉંમર 16 વર્ષ છે. સંમતિ સાથે સેક્સની ઉંમર પણ 16 વર્ષ છે .

- ફ્રાન્સમાં બંનેના લગ્નની ઉંમર મર્યાદા 18 વર્ષ છે જ્યારે અહીંયા કાયદા અનુસાર સંમતિથી સેક્સની ઉંમર 15 વર્ષ છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments