Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લક્ઝરી આઇટમ્સ થશે મોંઘી લકઝરી પ્રોડક્ટ્સ પર ૧ ટકા સેસને નાણાં મંત્રાલયનું ગ્રીન સિગ્નલ

- હાલમાં એરકન્ડિશનર, વોશિંગ મશીન, ફ્રિઝ, પેન્ટ, સિમેન્ટ, રંગીન ટેલીવિઝન, પરફ્યુમ, ડિશ, વેક્યુમ ક્લીનર, ટૂ વ્હીલર, કાર, એરક્રાફ્ટ, પાન મસાલા, સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે

નવી દિલ્હી, તા. 12 જુલાઈ 2018, ગુરુવાર

લકઝરી આઇટ્મ્સ જલદી મોંઘી થઇ શકે છે. સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઇટમ્સ પર એક ટકા કૃષિ સેસ એટલે કે ઉપકર લગાવવાની લીલી ઝંડી આપી છે. આ લકઝરી આઇટમ્સ પર અત્યારે ૨૮ ટકા જીએસટી લાગે છે. સુત્રોના અનુસાર, નાણાં મંત્રાલયે લકઝરી આઇટમ્સ પર એક ટકા કૃષિ સેસ લગાવવાની મંજૂરી આપી છે. હવે તેને  ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ દ્ધારા જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને લાગુ કરી દેવામાં આવશે.

અત્યારે જે લકઝરી આઇટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે, તેમાં એરકન્ડિશનર, વોશિંગ મશીન, ફ્રિઝ, પેન્ટ, સિમેન્ટ, રંગીન ટેલીવિઝન, પરફ્યુમ, ડિશ, વેક્યુમ ક્લીનર, ટૂ વ્હીલર, કાર, એરક્રાફ્ટ, પાન મસાલા, સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ સામેલ છે.  

સૂત્રો અનુસાર, સરકારે આ નિર્ણય ખેડૂતોના ઉત્પાદનોની એમએસપી વધાર્યા બાદ કર્યો છે. એમએસપી વધારવાથી સરકારના ખજાના પર અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૃપિયાનો ભાર પડશે. જો સરકાર આને જાતે ઉઠાવશે તો નાણાંકીય ખાધ વધી શકે છે. આ જ કારણ છે કે હવે કૃષિ સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયના એક સીનિયર અધિકારીનું કહેવું છે કે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અસર નહીં થાય. હાલ સરકાર અનેક પ્રકારની રાહતો ગ્રાહકોને આપી રહી છે. જીએસટીના ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં આવનારી કેટલીક આઇટમ્સને ત્યાંથી કાઢીને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં નાંખવામાં આવી શકે છે. જો કે આની પર નિર્ણય આવકના ગણિતને જોઇને લેવામાં આવશે.

ઇકોનોમિસ્ટ ડો.સારથી આચાર્યનું કહેવું છે કે સરકાર એક હાથે આપીને બીજા હાથે લેવાના વિચારથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે એક તરફ ખેડૂતોને તેમના ઉત્પાદનની વધુ કિંમત આપવામાં આવી રહી છે તો બીજી તરફ તેની વસૂલાત ગ્રાહકો પાસેથી થઇ રહી છે. તેમણે કહ્યું કે જીએસટીના ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં એવી પ્રોડક્ટ્સ પણ છે, જેનો ઉપયોગ સામાન્ય માણસ કરે છે.

સરકારે હાલમાં જ ડાંગર, દાળ, મકાઇ જેવા ખરીફ પાકની એમએસપી દોઢ ગણી કરવાની જાહેરાત કરી હતી. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ કિંમત હોય છે જેની પર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે.

Post Comments