સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયધિશોએ ચીફ જસ્ટિસની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ
- આ સ્થિતિ લોકશાહી માટે ભય સમાન ગણાવી
- ચાર ન્યાયધિશોની પત્રકાર પરિષદ પછી સરકાર હરકતમાં, કાયદામંત્રી સાથે વડાપ્રધાનની બેઠક
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના 4 ન્યાયધિશો મીડિયા સામે આવીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ બાદ એક પત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ ન્યાયધિશોએ આ પત્ર ચીફ જસ્ટિસને લખ્યો હતો. કુલ સાત પાનામાં લખેલા આ પત્રમાં તેમની સ્પષ્ટ નારાજગી જોવા મળે છે. આ ન્યાયધિશોનો આરોપ છે કે, ચીફ જસ્ટિસ દ્વારા કેટલાક મુદ્દાઓ ચોક્કસ બેચ અને ન્યાયધિશોને જ આપવામાં આવે છે.
આ પત્રમાં કોર્ટે જે આદેશો કર્યા છે તેનો ન્યાય પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ પડશે સાથે જ CJI અને હાઇકોર્ટના વહીવટ પર સવાલો ઉઠ્યા છે તેમ જણાવ્યું છે. તેમજ જરૂરી સિદ્ધાંતોનું પાલન થાય અને CJI પર પણ તે લાગૂ થાય તેમ જણાવ્યું હતું. તેમજ CJI પોતે સત્તાના કારણે આદેશ આપી શકે નહી. તેનાથી કોર્ટની ગરિમા પર શંકા ઉભી થાય છે. આ પત્રમાં જણાવ્યું કે જો આમ ચાલતુ રહેશે તો લોકતંત્ર માટે ભય ઉભો થશે.
ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયધિશે પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કર્યું હોય. આ ચાર ન્યાયધિશોની પત્રકાર પરિષદ પછી સરકાર ગતિવિધીમાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન તેમજ અન્ય અધિકારી સાથે બેઠક કરી હતી. તેમજ આ મામલે વિવિધ પ્રતિક્રિયાઓ પણ આવી હતી, જેમાં આજના દિવસને ન્યાયપાલિકા માટે કાળો દિવસ ગણાવાયો છે.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો
Post Comments
ભારત ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે દાવેદારી કરશે
કિંગ્સ ઈલેવન પંજાબને આજે કોલકાતા સામે પણ વિજય મેળવવાની આશા
IPLની આ સિઝનને બચાવી લીધી ગેલને હરાજીમાં કોઇ ખરીદનાર જ નહતું
વોટસનના ૫૭ બોલમાં ૧૦૬ રન આઇપીએલ કારકિર્દીની ત્રીજી સદી
વોર્નર હાલ નવા મકાનના બાંધકામમાં વ્યસ્ત
એર્સેન વેંગર આર્સેનલ ફૂટબોલ કલબના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળનો અંત આણશે
ચેરિટી ટી-૨૦ : વર્લ્ડ ઈલેવનમાં આફ્રિદી અને પરેરાનો સમાવેશ
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
સલમાન પરના કાનૂની કેસનાં ભાવિને લઈ ખાન પરિવારમાં ટેન્શન
જ્હોન અબ્રાહમની 'પરમાણુ'નો વિવાદ થંભવાનું નામ નથી લેતો
-
GUJARAT
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News