Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત નહીં : લેહ માઇનસ ૧૫ ડિગ્રી સે. તાપમાને થીજી ગયું

- ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર પર અસર : ૧૮ ટ્રેન રદ

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનમાં ઠંડી ઘટી : શ્રીગંગાનગરમાં ૩.૪ ડિગ્રી સે. તાપમાન, હિમાચલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં લોકોને ઠંડીથી કોઇ રાહત મળી નથી. ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વાહન વ્યવહાર પર અસર પડી હતી. દિલ્હીમાં ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટીને ૪૦૦ મીટર થઇ ગઇ હતી. જેના કારણે ટ્રેન સર્વિસ ઉપર પણ અસર પડી હતી. દિલ્હીમાં આજે લઘુતમ ૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્ય કરતા બે ડિગ્રી નીચે હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જો કે સવારે ૮.૩૦ કલાકે દ્રશ્યતામાં સુધારો જોવા મળ્યો હતો અને દ્રશ્યતા સુધરીને ૭૦૦ મીટર થઇ ગઇ હતી. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઘટયું હતું. શ્રીગંગાનગર ૩.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું.

ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર ૧૮ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ૧૮ ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો હતો અને ૪૪ ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી હતી.  ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં પણ ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં મુઝ્ફફરનગર ૨.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌૈથી ઠંડુ રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના લેહમાં માઇનસ ૧૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજ્યના પાટનગર શ્રીનગરમાં માઇનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ તાપામાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અનેૈ હરિયાણામાં પણ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધવામાં આવ્યું હતું. પંજાબના ચંડીગઢમાં ૫.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે અદમાપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.  હરિયાણાના અંબાલા, હિસાર અને કર્નાલમાં અનુક્રમે ૪.૫, ૩.૫ અને ૨.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

Post Comments