Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટક: કોંગ્રેસના વધુ બે ધારાસભ્ય ગાયબ, વિધાનસભા બહાર દેખાવો

- અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા સહિતના ગાંધી પ્રતિમા નજીક પ્રદર્શન

- જેડીએસના ધારાસભ્ય પણ વિધાનસભા બહાર પ્રદર્શન માટે પહોંચવાની શક્યતા

બેંગાલુરુ, તા. 17 મે 2018 ગુરુવાર

કર્ણાટકમાં સરકાર રચવા માટે ધારાસભ્યોને ઝડપવાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય ગાયબ થઈ ગયા છે.

બેલ્લારીના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ સિંહ પણ ગત રાત્રે ર્ઈગલટન રિસોર્ટ પહોંચ્યા નથી. કર્ણાટક હૈદરાબાદમાંથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટીલના લાપતા થવાની માહિતી આવી રહી છે.

હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રમાં મસ્કી રાયચૂરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ ગૌડા પાટીલ ર્ઈગલટન રિસોર્ટથી લાપતા છે. પાટીલ ભાજપની સાથે ચાલ્યા ગયા છે. ગત રાત સુધી તે કોંગ્રેસની સાથે હતા અને સમર્થન પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા હતા.

જે દરમિયાન કોંગ્રેસના કર્ણાટક વિધાનસભાની બહાર પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર અને અન્ય કોંગ્રેસી ધારાસભ્ય વિધાનસભાની બહાર ગાંધી પ્રતિમા નજીક પ્રદર્શન કરી રહ્યા છે. જેડીએસના ધારાસભ્ય પણ વિધાનસભાની બહાર પ્રદર્શન માટે પહોંચી શકે છે.

Post Comments