Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટકની ચૂંટણી દેશની સૌથી મોંઘી ચૂંટણી, જાણો કેટલા રૂપિયાનો થયો ધૂમાડો

- રાજકીય પક્ષો આ જ રીતે ચૂંટણી ખર્ચ કરશે તો લોકસભાની ચૂંટણીમાં નવો રેકોર્ડ સર્જાશે

નવી દિલ્હી, તા.16.મે 2018 બુધવાર

હાલમાં જ પુરી થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દેશની સૌથી મોંઘી  વિધાનસભાની ચૂંટણી હોવાનો દાવો એક એનજીઓએ પોતાના સર્વેક્ષણમાં કર્યો છે.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનુ કહેવુ છે કે આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ મળીને કુલ 10000 કરોડ રૃપિયા વાપર્યા છે.જે ગત વિધાનસભાની ચૂંટણી કરતા ડબલ છે.આ આંકડામાં વડાપ્રધાન મોદીના પ્રચાર અભિયાનનો ખર્ચો સામેલ નથી.

સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ 20 વર્ષથી વિવિધ રાજ્યોમાં યોજાતી ચૂંટણીનો અભ્યાસ કરે છે.જેનુ કહેવુ છે કે બીજા રાજ્યો કરતા કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વધારે ખર્ચો થયો છે.આ સીવાય આંધ્રપ્રદેશ અને તામીલનાડુમાં પણ ચૂંટણી મોંઘી હોય છે.

સેન્ટરના મતે જો આ જ રીતે ચૂંટણી પ્રચાર પાછળ પૈસાનો ધૂમાડો થતો રહ્યો તો 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોનો ખર્ચ 50000 કરોડ રૃપિયાના આંકડાને વટાવી જાય તેવી પુરેપુરી સંભાવના છે.ગત લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે 30000 કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો.

Post Comments