Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાનપુરમાં પોલીસે બે કારમાંથી 10 કરોડ રૂપિયા જપ્ત કર્યા

- બંને કારમાંથી પાંચ-પાંચ કરોડ રૂપિયાની નવી ચલણી નોટ મળી આવી

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

કાનપુરમાં પોલીસે બે કારમાંથી દસ કરોડ રૂપિયાની નવી ચલણી નોટ જપ્ત કરી છે. બંને કારમાં પાંચ-પાંચ કરોડ રૂપિયાની નવી ચલણી નોટ જપ્ત કરી લેવામાં આવી છે.

આરોપી સફેદ રંગની બોલેરો ગાડીમાં પાંચ કરોડ રૂપિયા લઇને જઇ રહ્યો હતો. પોલીસનું કહેવુ છે કે તપાસ દરમિયાન જ્યારે આ કારને રોકવામાં આવી ત્યારે જણાવવામાં આવ્યુ કે યુપીની જ હમીરપુર ગ્રામીણ બેન્કના પૈસા લઇ જવામાં આવી રહ્યા છે, પરંતુ તેના કોઇ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા ન હતા.

ત્યારે બીજી કારમાંથી જપ્ત કરવામાં આવેલા પાંચ કરોડ રૂપિયાની તપાસ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો કે પૈસા અલાહબાદ બેન્કના છે, જેના ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સવાલ ઉભો થાય છે કે ખાનગી કારમાં આટલી મોટી રકમ કેમ લઇ જવામાં આવી રહી હતી.

બંને કારમાં સવાર બંને લોકોની પૂછતાછ ચાલી રહી છે. તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે કે ખાનગી કારમાં દસ કરોડ રૂપિયાની ચલણી નોટ લઇ જવા પાછળનું કારણ શું છે.

Post Comments