Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કે.આર નારાયણન સૌથી વધુ ૯.૫૬ લાખ ઇલેકટ્રોલ મતોથી જીત્યા હતાં

- રાષ્ટ્રપતિ તરીકે દેશના સૌપ્રથમ દલિત નેતા બન્યાં હતાં

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર

૧૯૯૭માં પ્રથમ દલિત  કે આર નારાયણન સૌથી વધુ ૯.૫૬ લાખ મતોથી રાષ્ટ્રપતિ ઇલેકશનમાં વિજેતા બનવાનો રેકોર્ડ ધરાવે છે.

તેમના હરિફ ઉમેદવાર ટી એન શેષાનને માત્ર ૫૦.૬૩ હજાર મતો મળ્યા હતા.૨૦૦૨માં અબ્દુલ કલામને ૯.૨૨ લાખ ઇલેકટ્રોલ વોટ જયારે લેફ્ટના ઉમેદવાર કેપ્ટન લક્ષ્મી સાયગલને ૧ લાખથી વધુ ઇલેક્ટ્રોલ મત મળ્યા હતા. ૨૦૦૭માં પ્રતિભા દેવીસિંહ પાટિલ અને બીજેપીના ભૈરોસિંહ શેખાવત વચ્ચે મુકાબલો હતો જેમાં પ્રતિભા પાટિલને ૬.૩૮ ઇલેક્ટ્રોલ મત જયારે ભૈરોસિંહને ૩.૩૧ લાખ મત મળ્યા હતા.

૨૦૧૨માં વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી એનડીએના ઉમેદવાર પી.એ સંગમાને હરાવીને બન્યા હતા. મુખરજીને ૭.૧૩ લાખ જયારે સંગમાને ૩.૧૫ લાખ જેટલા ઇલેકટ્રોલ વોટ મળ્યા હતા.

Post Comments