Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

JD(U)એ રાજ્યસભામાં પાર્ટીના નેતાપદેથી શરદ યાદવને દૂર કર્યા

- ગમે તે ઘડીએ પક્ષમાંથી પણ બહાર થઇ શકે છે

- બિહારમાં જેડીયૂના ભાજપ સાથેના જોડાણનો વિરોધ કરવાનું ફળ મળ્યું

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

બિહારમાં જેડીયૂએ ભાજપ સાથે મળીને સરકાર બનાવતા જ બળવાખોર બની રહેલા શરદ યાદવની પાંખો કાપવાની શરૂઆત થઇ ગઇ છે. આજે જેડીયૂના પ્રતિનિધિમંડળે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને મળીને પક્ષ તરફથી શરદ યાદવને રાજ્યસભામાં પક્ષના સંસદીય દળના નેતા તરીકે દૂર કરવાનો પત્ર સોંપ્યો. હવે આરસીપી સિંહ રાજ્યસભામાં જેડીયૂ સંસદીય દળના નેતા રહેશે. વેંકૈયા નાયડૂએ જેડીયૂના પત્રને સ્વીકૃતિ આપી દીધી છે. જેડીયૂના પ્રતિનિધિમંડળમાં જેડીયૂના સાંસદ હરિવંશ, આરસીપી સિંહ, અનિલ સાહની, કૌશલેન્દ્ર કુમાર અને જેડીયૂ મહાસચિવ સંજય ઝા સામેલ હતાં.

નીતીશ કુમાર દ્વારા શરદ યાદવને કારણદર્શક નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે. પાર્ટી સર્વસંમતિથી નિર્ણય લેવા નીતીશ કુમારને અધિકૃત કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્ટી ગમે તે ઘડીએ શરદ યાદવને બહારનો રસ્તો બતાવી શકે છે. શરદ યાદવ બિહારમાં આરજેડીનો સાથ છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાના નીતીશ કુમારના નિર્ણયની વિરુદ્ધ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બિહારની મુલાકાતે ગયેલા શરદ યાદવે નીતીશ કુમાર પર નિશાન સાધતા કહ્યું હતું કે ભાજપ સાથે જઇને તેમણે બિહારની 11 કરોડ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
 

Post Comments