Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.નો પૂંચમાં ભારે ગોળીબાર : જવાન શહીદ, છ ઘાયલ : એક મજૂરનું મોત

- ભારત સાથે સારા સંબંધો રાખવાની પાક. સેનાના વડાની ડંફાસ વચ્ચે

- પાક. સેનાએ બેફામ ગોળીબાર કરતાં કેટલાક નાગરિકો ઘાયલ થયાના અહેવાલો : ભારતનો પણ જડબાતોડ જવાબ

(પીટીઆઇ) જમ્મુ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

એક તરફ પાકિસ્તાની સેનાના વડા કમર જાવેદ બાજવા જણાવે છે કે પાકિસ્તાન ભારત સહિતના તમામ પાડોશીઓ સાથે સારા સંબધો ઇચ્છે છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેનાએ શસ્ત્રવિરામ ભંગ કરવાનું ચાલુ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે પાકિસ્તાને કરેલા ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો છે અને નાગરિક મજૂરનું મોત થયું છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા પાસે ક્રિશ્નાગતિ સેક્ટરમાં કોઇ પણ કારણ વગર ૧૦.૩૫ વાગ્યાથી ગોળીબાર શરૃ કરી દીધો હતો. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો. ગઇકાલે પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ એક સેમિનારમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની આસપાસના દેશો સાથે સારા સંબધો બનાવવાનું ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પાડોશી દેશો અફઘાનિસ્તાન અને ભારત સાથે સારા સંબધો નથી.

ભારતે પાકિસ્તાન સાથે સારા સંબધો બનાવવાના અનેક પ્રયત્નો કર્યો હોવા છતાં પાકિસ્તાનના આતંકી સંગઠનો દ્વારા વારંવાર ભારતમાં હુમલા કરવામાં આવતા બંને દેશોના સંબધોમાં તંગદિલી વ્યાપેલી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૬ ઓક્ટોબરના રોજ પાકિસ્તાની સેનાએએ રાજૌરી જિલ્લાના બાબા ખોરી અને અન્ય વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. ૪ ઓક્ટોબરે પૂંચ જિલ્લામાં પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતાં. ત્રણ ઓક્ટોબરે પાકિસ્તાને કરેલા ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત બીજી ઓક્ટોબરે પાકિસ્તાનના તોપમારાને કારણે બે નાગરિકોનાં મોત થયા હતા અને અન્ય ૧૨ ઘવાયા હતાં. વર્ષ ૨૦૧૭માં પાકિસ્તાન દ્વારા કરાયેલી શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થયો છે.

જમ્મુમાં ગુજરાતના જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત
(પીટીઆઇ) જમ્મુ, તા. ૧૨
જમ્મુ શહેરની બહાર સેનાના કેમ્પમાં એક જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાને આત્મહત્યા કરી હોવાની પણ શકયતા દર્શાવવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા જવાનની ઓળખ ગુજરાતના રહેવાસી ૨૫ વર્ષીય જિતેન્દર આહૂજા તરીકે કરવામાં આવી છે. જમ્મુના નાગ્રોતા બેલ્ટમાં આવેલા સેનાના કેમ્પમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી એકે રાયફલ મળી આવી હતી.

Post Comments