Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાનના વડાપ્રધાને મોદી કોટી પહેરી હતી કે નહેરૂ કોટી?

- ચર્ચાને ચકડોળે ચડ્યો પહેરવેશનો પ્રશ્ન

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

જાપાનના વડાપ્રધાન શિંજો આબે કૂર્તા પાયજામાં જોઈને ભારતીયો હરખાઈ ગયા પણ તેમણે પહેરેલી કોટી ચર્ચાના ચકડોળે ચઢી છે. તેમણે પહેરેલી કોટી નહેરૂ કોટી હતી કે મોદી કોટી?
નવી જે જનરેશન છે તે આ કોટીને મોદી કોટી તરીકે ઓળખે છે અને જુના લોકો તેને જવાહર કોટી તરીકે ઓળખે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચા વાળાથી લઈને સામાજીક સેવકના રૂપમાં હંમેશા પોતાની પ્રશંસા કરે છે પરંતુ તેમના પહેરવેશને લઈને તે કાયમ ચર્ચામાં રહે છે પરંતુ હવે વિદેશી મહેમાનોને પણ પરંપરાગત પોશાક પહેરાવડાવીને પોતીકા બનાવવાનો તેમનો પ્રયાસ વિવાદનું કારણ બની શકે છે.

વડાપ્રધાનનો પહેરવેશ રાતો રાત નથી બદલાયો પરંતુ ધીરે ધીરે બદલાયો છે. ખાદી ગ્રામોદ્યોગની ડાયરી ઉપર ગાંધીજીની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છપાયો ત્યારથી મોદી જૂના નેતાઓનું સ્થાન લઈ રહ્યા હોવાનો વિવાદ ઉઠી રહ્યો છે.

રાજકારણીઓને હંમેશા ખાદી અને કોટી આકર્ષે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે હવે આ કોટી બુલેટ પ્રુફ કોટીમાં પરિવર્તિત થઈ ગઈ છે.
જવાહર લાલ નહેરૂ એ પહેલી વાર 1930માં કુર્તા પાયજામાની સાથે કોટી પહેરી હતી. અને આ કોટી લગ્નોમાં પણ ઓન ડિમાન્ડ બની છે. જાપાનમાં પણ જુટથી લઈને નવા નવા મટીરીયલમાંથી બનતી કોટીઓ હંમેશા ફેશન સ્ટેટમેન્ટ બની છે.

Post Comments