Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓર એક રેલ દુર્ઘટનાઃ જમ્મુ રાજધાની એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો દિલ્હીમાં ખડી પડ્યો

- વહેલી સવારે નવી દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર છેલ્લો ડબ્બો પાટા ઉપરથી ઉતરી પડ્યો

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

જમ્મૂ રાજધાની એક્સપ્રેસ ગુરૂવારે સવારે પાટા ઉપરથી ખડી પડી હતી. વહેલી સવારે નવી દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર છેલ્લો ડબ્બો પાટા ઉપરથી ઉતરી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ રેલ દુર્ઘટનાઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિએ જ નવી દિલ્હી રેલવે સ્ટેશન નજીક જ રાંચી રાજધાની એક્સપ્રેસનું એન્જિન અને પાવર કાર બેટરી ડિરેલ થવાની ઘટના બની હતી જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. 7 સપ્ટેમ્બરના ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં હાવાડાથી જબલપુર જઈ રહેલ શક્તિપુંજ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા.

Post Comments