Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમ્મુ-કાશ્મીરમાં ઇદ બાદ પૂર્ણ થઇ શકે છે સીઝફાયર

- કાશ્મીરમાં રમઝાન માસને ધ્યાનમાં રાખીને સીઝફાયર લાગૂ કરાયું હતું

નવી દિલ્હી, તા. 14 જુન 2018, ગુરુવાર

કાશ્મીરમાં રમઝાન માસને ધ્યાનમાં રાખીને કોઇ પણ પ્રકારના સૈન્ય ઓપરેશન પર રોક છે. પરંતુ ઇદ બાદ સીઝફાયરના નિર્ણય પરત લેવામાં આવી શકે છે.

ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાને મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં કાશ્મીરમાં આર્મી ઓપરેશન પર રોકનો નિર્ણય ઇદ બાદ પરત લેવામાં આવી શકે છે. ઇદ બાદ જો આ મુદ્દે કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો, આર્મી રાજ્યમાં ફરીથી સર્ચ ઓપરેશન ચાલાવી શકશે.

ગૃહમંત્રી રાજનાથસિંહના ઘરે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં NSA અજિત દોવલ, આર્મી અને IBના ચીફ, CRPF અને BSFના DG પણ સામેલ થયાં હતાં. તેમજ આ અંગે તેવી પણ માહિતી મળી કે, રાજ્યમાં આર્મી ઓપરેશન પર રોક લગાવવા મુદ્દે સુરક્ષાદળોનો પણ મત લેવામાં આવ્યો છે. દરેક સુરક્ષા એજન્સીઓએ રમઝાન દરમિયાન થયેલા સુરક્ષા દળોના હુમલા અને આતંકી ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ પણ સોપ્યો.

તેમજ સુત્રો પ્રમાણે જો ગૃહમંત્રાલય તરફથી સસ્પેંશન ઓફ ઓપરેશન પર કોઇ આદેશ જાહેર કરવામાં નહી આવે તો 16 જુન બાદ આ આદેશ પૂર્ણ થઇ જશે. આ બેઠકમાં અમરનાથ યાત્રાને લઇને પણ ચર્ચા થઇ. જેમાં સુરક્ષા અધિકારીઓએ પોતાના સુરક્ષા પ્લાન ગૃહમંત્રીને જણાવ્યા. તેમજ અમરનાથ યાત્રા પર ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ પર પણ ચર્ચા થઇ. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાના સમગ્ર રૂટને પણ સુરક્ષિત કરવા પર ચર્ચા કરવામાં આવી.

Post Comments