Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરદ યાદવની રાજ્યસભામાં જદ(યુ)ના નેતાપદેથી હકાલપટ્ટી

- બિહારમાં ભાજપ-જદ(યુ)ના જોડાણનો વિરોધ કરવો ભારે પડયો

- એનડીએમાં સામેલ થવા નીતીશને અમિત શાહનું આમંત્રણ, ૧૯મી ઓગસ્ટે નિર્ણય સંભવ

શરદ યાદવના સ્થાને આર સી પી સિંહની રાજ્યસભામાં જદ(યુ)ના નેતા તરીકે નિમણૂક : જદ(યુ) ફક્ત નીતીશકુમારની પાર્ટી નથી, મારી પણ છે : શરદ યાદવ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

જનતા દળ(યુ)ના રાજ્યસભા સાંસદ શરદ યાદવની રાજ્યસભામાં જદ(યુ)ના નેતા પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમના સ્થાને આર સી પી સિંહની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શરદ યાદવે ભાજપ સાથે જોડાણ કરવાના નીતીશકુમારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જદ(યુ)ના રાજ્યસભાના સાંસદોએ આજે રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુને મળીને રાજ્યસભામાં જદ(યુ)ના નેતા તરીકે આર સી પી સિંહની નિમણૂક કરી હોવાની જાણ કરી હતી. સિંહને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના વિશ્વાસુ માનવામાં આવે છે.

રાજ્યસભામાં જદ(યુ)ના ૧૦ સાંસદો છે. ગઇકાલે જ જદ(યુ)એ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિરોધ પક્ષોની બેઠકમાં હાજરી આપવા બદલ રાજ્યસભા સાંસદ અલી અનવર અન્સારીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. બીજી તરફ શરદ યાદવે નીતીશકુમારની ટીકા કરતા જણાવ્યું હતું કે જદ(યુ) ફક્ત નીતીશકુમારની પાર્ટી નથી પરંતુ મારી પણ છે. પોતાની ત્રણ દિવસની સંવાદ યાત્રાના અંતિમ દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં શરદ યાદવે નીતીશકુમાર પર પ્રહારો કર્યા હતાં.

 તેમણે દાવો કર્યો હતો કે પક્ષના તમામ ધારાસભ્યો પોતાના અંગત લાભ માટે  નીતીશની સાથે છે જ્યારે લોકો સાથે સંકળાયેલા પક્ષના નેતાઓ અને કાર્યકરો મારી સાથે છે. તેમણે આજે ફરીથી જણાવ્યું હતું કે તેઓ હજુ પણ મહાગઠબંધનની સાથે જ છે. તેમણે રાજ્યસભાના નૈતા પદેથી હકાલપટ્ટી કરવા અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર  કર્યો હતો.

આ દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે નીતીશકુમારને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. શાહે આજે ટ્વિટર પર જણાવ્યું હતું કે ગઇકાલે મારા નિવાસસ્થાને જદ(યુ)ના પ્રમુખ નીતીશકુમાર સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન મે તેમને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૯ ઓગસ્ટે પટણામાં યોજાનાર જદ(યુ)ની રાષ્ટ્રીય કારોબારી બેઠક પછી એનડીએમાં સામેલ થવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.

Post Comments