Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

MP: અમિત શાહે ભાજપના ધારાસભ્યોની મુશ્કેલી વધારી

- શાહે સંગઠનના નામે ચૂંટણી લડવાના સંકેત આપ્યા

નવી દિલ્હી, તા. 13 જુન 2018, બુધવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધ્યપ્રદેશના પોતાની પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

અમિત શાહે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, લગભગ 130 એવા ધારાસભ્યોની ટીકિટ કાપવામાં આવશે જેમની જીતની શક્યતા બિલકુલ નથી અને બીજુ કે પ્રદેશમાં કોંગ્રેસને નબળી સમજવાની ભૂલ કરવામાં આવે નહી.

મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. અમિત શાહે પોતાની છેલ્લી ત્રણ મુલાકાતથી શિવરાજસિંહની જગ્યાએ સંગઠનના નામે ચૂંટણી લડવાના સંદેશ આપી રહ્યાં છે. પરંતુ જબલપુર મુલાકાત દરમિયાન તેમણે પક્ષને સ્પષ્ટ સંકેત આપ્યા કે, આ વખતે લડત વધારે કઠીન છે. જબલપુરના ભેડાઘાટમાં અમિત શાહની હાજરીમાં મળેલી બેઠક વર્તમાન રાજકિય સ્થિતી અને ચૂંટણીમાં વિપક્ષ દ્વારા બનાવવામાં આવતા મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવી.

જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહે ચૂંટણીમાં જે મુદ્દા વિપરિત અસર કરશે તેને સમાપ્ત કરવા જોડાઇ જવા જણાવ્યું અને તેમણે જીતનો ફોર્મ્યૂલા પણ જણાવ્યો, જેમાં ખેડુત, વેપારી અને આદિવાસીઓને ખુશ કરવા મુખ્ય છે.

મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ જ્યાં પણ ગયા છે ત્યાં ભાજપની સરકાર બની છે. તેમજ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ જ્યાં ગયા છે ત્યાં કોંગ્રેસને હાર મળી છે. જ્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ભાજપ પકડ ગૂમાવી રહ્યું છે. તેથી અમિત શાહ વારંવાર મધ્યપ્રદેશ આવી રહ્યાં છે. ભાજપને પોતાની હાર સ્પષ્ટ દેખાઇ રહી છે.

Post Comments