Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકે. ફરી સિઝફાયરનું ઉલ્લઘંન કર્યુઃ એક બાળકીનું મોત, જવાન શહિદ

- LoC પાસે બાલકોટ અને રાજૌરીના મંજાકોટમાં ફાયરિંગ

J&K, તા. 17 જુલાઈ 2017, સોમવાર
 

પાકે. ફરી નાપાક હરકત કરી છે સરહદે પાક. તરફથી ફરીથી સીઝફાયરનું ઉલ્લઘંન કરવામાં આવ્યુ છે. જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે અને એક જવાન શહીદ થયો છે.

જમ્મુ-કાશ્મીરમાં LoC પાસે પૂંછના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સૈન્ય સામે જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા થયેલા આ સીઝફાયર ઉલ્લંઘનમાં રાજૌરીના મંજાકોટ સેક્ટરમાં એક મહિલા ઘાયલ થઇ છે, જ્યારે પૂંછના બાલાકોટમાં 6 વર્ષની એક બાળકી સાજિદા કાફિલનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે જણાવ્યું કે, પૂંછ અને રાજૌરીમાં ભારે ગોળીબાર થઇ રહ્યો છે અને આપણે સમગ્ર તાકાત ભેગી કરીને તેમને જવાબ આપી રહ્યા છે.
 
આ દરમિયાન આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO લેવલની વાતચીત થઇ હતી. ઇન્ડિયન આર્મીના DGMOએ કહ્યું કે તમામ સીઝફાયર ઉલ્લંઘનો પાકિસ્તાન દ્વારા જ કરવામાં આવ્યા છે અને ભારતીય સૈન્ય શાંતિ જાળવવામાં અને સુલેહમાં માને છે તેમછતાં આવા સીઝફાયર ઉલ્લંઘનો સામે યોગ્ય જવાબ આપવાનો અધિકાર ભારતીય સૈન્ય ધરાવે છે.

 

Post Comments