Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેલ્વેએ મુસાફરોની સગવડતા માટે લોન્ચ કરી નવી મોબાઈલ એપ

- મુસાફરો માટે સરળ બનશે ટિકીટ બુકિંગ અને કેન્સલેશન

- દર વખતે વિગતો ભરવામાંથી મળશે છૂટકારો

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2017, ગુરુવાર

રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ કેશલેસ ઇન્ડિયાને સહકાર આપવા અને ટિકીટ બુકિંગને સરળ બનાવવાં નવી મોબાઇલ એપ લૉન્ચ કરી. IRCTC ની એપ લેટેસ્ટ ટેકનોલૉજીથી સજ્જ છે. મંત્રાલયે આ એપને IRCTC Rail Connect નામથી લૉન્ચ કરી છે. આ એપ જૂની IRCTC Connect એપની જગ્યાએ લોન્ચ કરવામાં આવી છે.

ઇ-ટિકીટ સિસ્ટમ પર આધારિત
IRCTC Rail Connect એપ નેકસ્ટ જનરેશન ઇ-ટિકીટ સિસ્ટમ પર આધારિત છે જેનાથી ઝડપી અને સરળ રેલ્વે ટિકીટ બુકિંગ થઇ શકશે અને આ એપ દ્વારા યાત્રિકો તેમની મુસાફરી સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત એપ દ્વારા ટિકીટ બુકિંગ અને કેન્સલ કરવા માટે પહેલા કરતા સરળ બનાવાયું છે.

આ જાણકારી પણ મેળવી શકાય છે.
IRCTC Rail Connect એપથી અગાઉ કરાવેલ રિઝર્વેશનની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આ એપમાં જૂની માહિતી એકત્ર થશે જેનાં કારણે દર વખતે ડીટેલ્સ ભરવી નહી પડે. આ એપમાં અગાઉ પ્લાન કરેલી મુસાફરીની પણ એલર્ટ મળતી રહેશે.

વેબસાઇટ સાથે કામ કરશે
IRCTC Rail Connect એપ રેલ્વે ટિકીટ બુકિંગ વેબસાઇટ સાથે મળીને કામ કરશે જેથી જે અપડેટ વેબસાઇટમાં થશે તે આ એપમાં તત્કાલિક જોવા મળશે. આ એપમાં 40 થી વધુ બેંન્કો સાથે નેટ બૈંન્કિંગ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ સાથે પેટીએમ, પેયૂ, મોબીક્વિક વગેરેથી પેંમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

સુરક્ષિત એપ
રેલ્વેની આ નવી એપ અગાઉની એપ કરતા વધારે સુરક્ષિત છે. આ એપ પિન આધારિત લૉગઇન થાય છે જેનાં કારણે દર વખતે યૂઝરનેમ અને પાસવર્ડ નાખવાની માથાકૂટમાંથી છૂટકારો મળશે. આ એપ આઇઆરસીટીસી ની ઇ-વૉલેટ સાથે કામ કરશે જેનાથી ઝડપી અને સરળ રીતે પેંમેન્ટ થઇ શકે છે.  

રેલ્વેની આ નવી એપ અગાઉની એપ કરતા વધારે સુરક્ષિત છે. આ એપ પિન આધારિત લૉગઇન સિસ્ટમથી સજ્જ છે જેનાં કારણે દર વખતે યુઝર નેઈમ અને પાસવર્ડ નાખવાની માથાકૂટમાંથી છૂટકારો મળશે. આ એપ આઇઆરસીટીસી ની ઇ-વૉલેટ સાથે કામ કરશે જેનાથી ઝડપી અને સરળ રીતે પેમેન્ટ થઇ શકે છે. 

Post Comments