Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી દેહરાદૂનમાં કરશે યોગ

- દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે કરશે યોગ અભ્યાસ

નવી દિલ્હી, તા. 13 જુન 2018, બુધવાર

21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી 50 હજાર લોકો સાથે યોગ કરશે.

આ કાર્યક્રમ દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઇન્સિટીટ્યુટમાં આયોજીત કરવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ 21 જુન સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી આયોજીત થશે. જેને લઇને દેહરાદૂનમાં તડામાડ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન આ કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં સામેલ થવા ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થળ પર લોકોને પહોંચાડવા માટે મોટી સંખ્યામાં બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમને લઇને ઉત્તરાખંડ સરકાર કોઇ કસર છોડવા નથી માંગતી. સરકારના દરેક સ્તરના અધિકારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાગી ગયા છે.

Post Comments