Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય સેના 18 વર્ષથી કોફિન અને બોડી બેગ મળવાની જોવે છે રાહ

- 1999માં 900 બેગપેક અને 150 કોફિનની જરૂરિયાત હતી

- 2 ઓગસ્ટ 1999માં રક્ષા મંત્રાલયે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

તાજેતરમાં જ અરૂણાચલ પ્રદેશમાં વાયુસેનાના મિગ-17 હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામનાર સાત જવાનોના શબને કાર્ડબોર્ડ અને પ્લાસ્ટિકમાં પેક કરીને લઈ જવા બાબતે ઘણો વિવાદ થયો.

18 વર્ષથી પણ વધારે વર્ષો થઈ ગયા હોવા છતાં શહીદ જવાનોના કોઈ શબ મળ્યા કે ના તો કોઈ બેગ મળ્યું છે.

1999માં ઓપરેશન વિજય બાદ પહેલીવાર કોફિન અને બેગપેક માટે ખાસ રૂપથી આની જરૂરિયાતની માંગણી ઉભી થઈ છે.

જે બાદ 2 ઓગસ્ટ 1999માં રક્ષા મંત્રાલયે પહેલીવાર આનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો કે જેમાં 900 બેગપેક અને 150 કોફિનની જરૂરિયાત હતી.  

તે સમયે 18 કિલોગ્રામ વજનના કોફિન માંગવામાં આવ્યા હતા પરંતુ તેને સપ્લાય કરવામાં આવ્યુ તો તેનો વજન 55 કિલોગ્રામ હતો.

જે બાદ તેની CBI તપાસ શરૂ કરાઈ હતી. આ મામલે તત્કાલિન રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને રાજીનામું પણ આપવુ પડ્યુ હતુ. ત્યારપછી આ ડીલ્સને રોકવામાં આવી અને 2001માં આ કોન્ટ્રાક્ટને રદ કરી દેવાયો.

2013માં CBIએ આ મામલે ક્લીનચીટ આપી હતી પરંતુ હવે આર્મી આ ડીલ્સનો એક પણ કોફિન કે બેગપેક લઈ શકશે નહીં.

આ મામલે એક એડીટરે અપીલને ફાઈલ કરી દીધી છે કે આ શોધવામાં આવે કે જ્યારે ભારતને આ કોફિન આપવામાં આવ્યુ તો અમેરિકાને તે સમયે કઈ કિંમતે આપવામાં આવ્યુ હતુ.

માર્ચ 2017માં કોર્ટે આદેશ આપ્યો હતો કે આર્મી આ બધાં કોફિન અને બેગપેકને લઈ જઈ શકે છે પરંતુ ઓડિટરની નવી અપીલ બાદ આ મામલે એક વાર ફરી રોક લાગી ગઈ.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments