Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

UNના રિપોર્ટને ભારતે સમપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાનું ઉલ્લંઘન કરતો ગણાવી ફગાવ્યો

- સંયુક્ત રાષ્ટ્રએ પોતાના રિપોર્ટમાં કાશ્મીરમાં માનવઅધિકારના ઉલ્લંઘનની વાત કરી હતી

નવી દિલ્હી, તા. 14 જુન 2018, ગુરુવાર

ભારતે કાશ્મીરમાં માનવઅધિકારની કથિત ઉલ્લંઘનનો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ભ્રામક, પક્ષપાતપૂર્ણ અને પ્રેરિત જણાવી તેને ફગાવ્યો છે.

વિદેશ મંત્રાલયે તેના પર કઠોર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, રિપોર્ટ સંપૂર્ણપણે પૂર્વગ્રહથી પ્રેરિત છે અને ખોટી છબિ રજૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ દેશની સમપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન છે.

સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે જાહેર કરેલા રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન સંચાલિત કાશ્મીરમાં કથિત માનવઅધિકારના ઉલ્લંઘનની વાત કરી છે અને તે માટે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત આ રિપોર્ટને ફગાવે છે. આ ભ્રામક, પક્ષપાતપૂર્ણ પ્રેરિત છે. અમે આવી રિપોર્ટના હેતુ પર સવાલો ઉઠાવીએ છીએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ રિપોર્ટને ઘણી હદ સુધી અસમર્થિત માહિતીને એકત્ર કરીને તૈયાર કરવામાં આવી છે.

તેમજ મંત્રાલયે જણાવ્યું કે, આ રિપોર્ટ ભારતની સમપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્નભાગ છે. પાકિસ્તાને ભારતના આ રાજ્યના એક ભાગ પર ગેરકાયદેસર અને જબરદસ્તીથી કબ્જો કર્યો છે.

Post Comments