Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદીનો આયામ, કરો વ્યાયામ : 'શાસન' આસનના મૂડમાં

- વડાપ્રધાનની આર્થિક, સામાજિક અને રાજકીય કસરત પછી અંગ કસરત

- વડાપ્રધાને પોતાના ઘરે વ્યાયામ માટે ખાસ સ્પા ગાર્ડન બનાવડાવ્યો

- વિરાટ કોહલીએ આપેલી ચેલેન્જ મોદીએ પૂરી કરી, કસરત કરતો વીડિયો વાઇરલ કરી કુમારસ્વામીને ટેગ કર્યા

- મોદીજી તમારો આભાર પણ મને મારા સ્વાસ્થ્ય કરતા રાજ્યના વિકાસના સ્વાસ્થ્યની વધુ ચિંતા : કુમારસ્વામીનો જવાબ

નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

આર્થિક, સામાજીક, રાજકીય કસરત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે અંગ કસરત કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.  મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીની ચેલેન્જને સ્વીકારી હતી, અને તેને પુરી પણ કરી બતાવી હતી. તેઓએ પોતાનો કસરત કરતો એક વીડિયો શેર કર્યો હતો સાથે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીને ટેગ પણ કર્યા હતા અને તેમને પણ આવી રીતે કસરત કરીને વીડિયો શેર કરવા ચેલેન્જ કરી હતી.

આગામી ૨૧મી જુને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે પણ મોદી યોગાસન કરશે.મ મોદીના આ વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સત્તા સંભાળ્યા બાદ ચાર વર્ષથી મોદી આર્થિક, રાજકીય, સામાજીક ક્ષેત્રે તો કસરત કરી જ રહ્યા હતા અને હવે તેમાં અંગ કસરત પણ સામેલ કરી લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશથી ખાસ નિષ્ણાતોને બોલાવીને પોતાના નિવાસ્થાન ૭-રેસકોસમાં વ્યાયામ માટે ખાસ સ્પા ગાર્ડન બનાવડાવ્યો છે. મોદીએ બુધવારે યોગ અને કસરત કરતો જે વીડિયો શેર કર્યો હતો તેમાં તેઓએ યોગના વિવિધ આસનોની સાથે કસરત પણ કરી હતી. એક જગ્યાએ તેઓ પથ્થર પર પગ રાખીને કસરત કરી રહ્યા છે.

તો એક જગ્યાએ એક વૃક્ષની નીચે રેતી, પથ્થરો અને પાણી રાખવામાં આવ્યું છે તેના પર મોદી ચાલતા જોવા મળે છે. જોકે રાજનૈતિક નિષ્ણાંતોના મતે મોદીનું જીવન પણ આવું જ કઇ કહ્યું છે. ક્યારેય પથ્થરો તો ક્યારેક પાણી પર ચાલતા મોદીએ આ વીડિયોને બાદમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીને ટેગ કર્યો હતો અને તેમને પણ ચેલેંજ આપી હતી.

જોકે મોદીનો આ દાવ થોડો ઉલટો પડયો હતો, કુમારસ્વમારીએ મોદીના વીડિયોને લઇને વળતો જવાબ આપ્યો હતો. અને જણાવ્યું હતું કે મોદીજી હું દરરોજ યોગાસન કરુ છું, અને કસરત તે મારા જીવનનો ભાગ છે પણ હાલ મને મારા સ્વાસ્થ્ય કરતા પણ મારા રાજ્યના લોકોના સ્વાસ્થ્યની વધુ ચીંતા છે. મારા રાજ્યના વિકાસના સ્વાસ્થ્યની મને વધુ ચિંતા છે. સાથે કુમારસ્વામીએ ટેગ કરવા બદલ મોદીનો આભાર પણ માન્યો હતો.

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે સોશિયલ મીડિયાની મદદથી આ ફિટનેસ ચેલેંજ શરૃ કરી હતી અને વિરાટ કોહલીને ટેગ કર્યો હતો. બાદમાં વિરાટ કોહલીએ આ ચેલેંજ પુરી કરી અને વીડિયો બનાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા. મોદીએ કોહલીની ચેલેંજ સ્વીકારી લીધી હતી અને કસરત કરતો વીડિયો શેર કરીને આ ફિટનેસ ચેલેંજને આગળ ધપાવી હતી.


સરહદે ગોળીબારની ઘટના વચ્ચે મોદીના યોગ વીડિયોને લઇને વિપક્ષનો ટોણો
જવાનોની શહીદીથી દેશ દુ:ખી હતો ત્યારે મોદી 'યોગ વીડિયો' વાયરલ કરવામાં વ્યસ્ત હતા
સરહદો અસુરક્ષિત, કાયર મોદી સરકાર પાક.ને જવાબ આપવામાં નિષ્ફળ : કોંગ્રેસ
મોદીએ પોતાના ફિટનેસ વીડિયો શેર કરવાને બદલે જવાનો પ્રત્યે સંવેદના દેખાડવી જોઇએ : વિપક્ષ


નવી દિલ્હી, તા. ૧૩

એક તરફ સરહદે બીએસએફના એક અધિકારી સહીત ચાર જવાનો શહીદ થયા હતા જ્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદીના દિવસે જ પોતાનો યોગ કરતો વીડિયો શેર કર્યો હતો. જેને પગલે સોશિયલ મીડિયાથી લઇને વિપક્ષ સુધી મોદીના આ વીડિયોની ભારે ટીકા થઇ હતી અને તેને શહીદોનું અપમાન પણ ગણાવ્યું હતું.

 મોદીએ જે વીડિયો શેર કર્યો તેમાં તેઓ યોગ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયો શેર કરવાના સમયને લઇને મોદી ઘેરાઇ ગયા છે, એક તરફ દેશમાં જવાનોની શહાદતને લઇને દુ:ખનો માહોલ છે બીજી તરફ મોદી યોગ કરતા જણાતા ટીકાનો સામનો કરવો પડયો હતો.

 મોદીનો આ વીડિયો વિવાદોમાં ઘેરાઇ ગયો છે. કોંગ્રેસે પણ વીડિયોને લઇને મોદી પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યુ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ફિટનેસને દેખાડવા માટે બહુ જ દુ:ખદ દિવસ પસંદ કર્યો.

આજે જ્યારે એક તરફ જવાનો શહીદ થઇ રહ્યા હતા ત્યારે બીજી તરફ મોદી ફિટનેસનો વીડિયો શેર કરવામાં વ્યસ્ત હતા. જ્યારે દેશ શહીદ જવાનોના જનાઝાને કાંધ આપી રહ્યો હતો ત્યારે મોદી ફિટનેસ વીડિયો જારી કરી રહ્યા હતા. આજે તો મોદીજીએ શહીદોના સમ્માનમાં પોતાનું માથુ ઝુકાવીને સંવેદના વ્યક્ત કરવી જોઇતી હતી પણ તેઓએ આમ ન કરીને ફિટનેસનો વીડિયો શેર કરી જવાનોનું અપમાન કર્યું છે.

સાથે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરહદે સતત જવાનો શહીદ થઇ રહ્યા છે. પાકિસ્તાનને જવાબ આપવામાં મોદી સરકાર  કાયર સાબીત થઇ રહી છે. રમઝાનના મહિનામાં ઇદની દુર્ભાગ્યપૂર્ણ ભેટ પાકિસ્તાને આપી છે. આપણા ચાર જવાનો શહીદ થયા છે જ્યારે મોદી યોગના વીડિયો શેર કરવામાં વ્યસ્ત છે.

Keywords india,Modi,Exercise,Aasan,

Post Comments