Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દોકલામ મુદ્દે ભારત ચીન કરતાં વધુ પરિપક્વ, યુદ્ધ સમયે સાથ આપી શકીએ : અમેરિકી નિષ્ણાત

- સરહદે ચિંતાજનક સ્થિતિ વચ્ચે ભારતને અમેરિકાનું સમર્થન

- અનેક ધમકીઓ છતાં ભારતે ધીરજ રાખી જ્યારે ચીન બદમાશ બાળક જેવુ વર્તન કરે છે : પ્રો. જેમ્સ હોમ્સ

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

સિક્કિમમાં દોકલામ વિસ્તારમાંથી સૈનિકો પરત લેવા માટે ચીન અત્યાર સુધી લગભગ ૧૫ વખત ભારતને ધમકી આપી ચુક્યું છે. જેમાં મોટા ભાગની યુદ્ધની ધમકીઓ છે.

જોકે આ સ્થિતિ વચ્ચે પણ ભારત શાંત રહ્યું છે. અને ચીન સાથે તકરારમાં નથી ઉતર્યું સાથે શાંતિપૂર્વક નિરાકરણના પ્રયાસો કરી રહ્યું છે. જેને પગલે અમેરિકાના નિષ્ણાંતે ભારતના વખાણ કરી તેને એક પરિપક્વ દેશ ગણાવ્યો છે. જ્યારે ચીનને એક તોછડો અને બદમાશ કિશોર દેશ ગણાવ્યો છે.

અમેરિકાના સંરક્ષણ નિષ્ણાંત પ્રોફેસર જેમ્સ આર હોમ્સે જણાવ્યું હતું કે દોકલામમાં હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઇને ભારતની કામગીરી સરાહનીય છે, કેમ કે ભારત ઉશ્કેરાયા વગર એક પરીપક્વ શક્તિ તરીકે વર્તી રહ્યો છે. હોમ્સે ભારતની અત્યાર સુધીની કામગીરીના વખાણ કર્યા છે. જ્યારે ચીનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. અમેરિકાએ બીજી વખત ભારતને દોકલામ મુદ્દે સમર્થન આપ્યું છે.

છેલ્લા ઘણા સમયથી અમેરિકા આ મુદ્દે ચુપ હતું, આ અંગે જ્યારે હોમ્સને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે અમેરિકાની પાસે પોતાના કરવા લાયક ઘણા કામો હોય છે તેથી ધ્યાન ન આપી શક્યું.

તેઓેએ સાથે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે જો આગળ સ્થિતિ વધુ વણસી અને બેમાંથી કોઇ એકનો પક્ષ લેવાનું થાય તો અમેરિકા ભારતને સાથ આપે તેની શક્યતાઓ વધુ છે.
 

Post Comments