Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત કેન્યાને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રૂ. ૬૭૦ કરોડની લોન આપશે

- કેન્યાના પ્રમુખ અને મોદી વચ્ચે બેઠક

- બંને દેશો સંરક્ષણ, સુરક્ષા, ખેતી, આરોગ્ય, પ્રવાસ, આઇટી ક્ષેત્રે સહકાર વધારવા સંમત

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
ભારતે આજે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કેન્યાને ૬૭૦ કરોડ રૃપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટ્ટાએ વચ્ચે થયેલી બેઠકના અંતે ભારત દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં આર્થિક સહકાર વધારવા પર સંમતિ સાધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેન્યાના પ્રમુખ મંગળવારથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે.

કેન્યાના પ્રમુખ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહકાર વધારવા સંમત થયા છે. હાઇડ્રોગ્રાફી, કોમ્યુનિકેશન નેટવર્ક, એન્ટિ પાયરસી, ડિફેન્સ મેડિકલ ઓપરેશન સહિતના ક્ષેત્રમાં સહકાર વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે સુરક્ષા ક્ષેત્રમાં પણ સહકાર વધારવા માગીએ છીએ. આ સંદર્ભમાં અમે ટૂંક સમયમાં જ જોઇન્ટ વર્કિંગ ગુ્રપની બેઠક બોલાવીશું. જેમા સાયબર સિક્યુરિટી, આતંકવાદનો સામનો કરવો, ડ્રગ્સ, નાર્કોટિસ, માનવ તસ્કરી અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આરોગ્ય, પ્રવાસ, ઇન્ફરમેશન ટેકનોલોજી, ખેતી, સમુદ્ર અર્થતંત્ર અને ઉર્જા ક્ષેત્રમાં તકો શોધવા માટે બંને દેશો સાથે મળીને ઉદ્યોગ અને બિઝનેસને પ્રોત્સાહન આપશે. આવતીકાલે જોઇન્ટ બિઝનેસ કાઉન્સિલની પણ બેઠક મળવાની છે. પોતાના ભાષણમાં મોદીએ પોતાના ગયા વર્ષના કેન્યાના પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બીજી તરફ કેન્યાના પ્રમુખે આઇટી અને અન્ય ક્ષેત્રમાં સ્કોલરશિપ સહિતની મદદ કરવા બદલ ભારતનો આભાર માન્યો હતો. કેન્યાના અધિકારીઓએ ભારતીય કંપનીઓને કેન્યામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

Post Comments