Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર પ્રદેશમાં ૧૧ હજાર ખેડુતોના ૧૦૦૦૦ રૃપિયા સુધીના દેવા માફ કરાયા

- પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે રૃપિયા ૭૩૭૧ કરોડની લોન રાજ્ય સરકારે માફ કરી

(પીટીઆઇ)     લખનઉ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
 રાજ્ય સરકારની લોન માફી યોજના હેઠળ ઉત્તર  પ્રદેશના ૧૧૭૦૦ ખેડુતોના રૃપિયા એકથી ૫૦૦ સુધી માફ કરાયા હતા. આમ કુલ રૃપિયા ૭૩૭૧ કરોડ માફ કરાયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આજે કહ્યું હતું કે  ૧૧.૯૩ લાખ નાના અને સિમાંત ખેડુતોના દેવા પ્રથમ તબક્કામાં માફ કરાયા હતા. ૪૮૪૧ ખેડુતોના રૃપિયા એક થી લઇને ૫૦૦ સુધી માફ કરાયા હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. ૬૮૯૫ ખેડુતોએ માફી યોજનાનો લાભ લીધો હતો.

૫૦૦થી ૧૦૦૦ સુધીની લોનની માફી  મેળવનાર ખેડિતોમાં ૫૫૩૩નો સમાવેશ થતો હતો. તો રૃપિયા ૧૦૦૦થી ૧૦,૦૦૦ લોનની માફીનો લાભ ૪૧૬૯૦ ખેડુતોને મળ્યો હતો. તો રૃપિયા દસ હજાર કે તેથી વધુની લોનની માફી મેળવનારા ખેડુતોની સંખ્યા ૧૧૨૭૮૯૦ હતી.

'જ્યાં મુદ્દલ રકમની ચૂંકવણી કરી દેવામાં આવી હતી ત્યાં ભલે ઓછો પણ વ્યાજને પમ માફ કરવામાં આવયો હતો. કેટલાક કેસમાં  એવી છાપ ઊભી કરવામાં આવી હતી કે માત્ર નાની રકમને જ માફ કરવામાં આવી છે, પરંતુ એવું નથી'એમ એક અધિકારીએ કહ્યું હતું.
 

Post Comments