Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર પંજાબમાંથી જ હશે - કેજરીવાલ

- સિસોદિયાની જાહેરાત પછી કેજરીવાલની સ્પષ્ટતા

- પંજાબમાં 'આપ'ના વચનો પૂર્ણ કરવાની જવાબદારી મારી : કેજરીવાલ

- પટિયાલાના બાદશાહપુરમાં ચૂંટણી રેલી સંબોધી

(પીટીઆઇ)        પટિયાલા, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે પક્ષના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર પંજાબમાંથી હશે. આ સાથે જ કેજરીવાલે પંજાબના મુખ્યપ્રધાન પદની દોડમાં પોતે સામેલ હોવાની અટકળોનો અંત લાવી દીધો છે.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ ગઇકાલે મોહાલીમાં જણાવ્યું હતું કે પંજાબના લોકો એમ સમજીને મત આપવાનો છે કે કેજરીવાલ જ પંજાબના મુખ્યપ્રધાન બનવાના છે. કેજરીવાલે પટિયાલા જિલ્લાના બાદશાહપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે પંજાબના મુખ્યપ્રધાન પંજાબમાંથી જ હશે.
કેજરીવાલે આજે સ્પષ્ટતા કરી હતી કે તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે પંજાબના મુખ્યપ્રધાન ગમે તે બને પણ પંજાબમાં 'આપ'એ આપેલા વચનો પૂર્ણ કરવા એ મારી અંગત જવાબદારી છે. પંજાબના લોકો તમામ કાર્યો માટે મને અંગત રીતે જવાબદાર ઠેરવી શકે છે.

પંજાબમાં ૪ ફેબુ્રઆરીએ મતદાન થવાનું છે. પંજાબના નાયબ મુખ્યપ્રધાન સુખબિરસિંહ બાદલ પર પ્રહારો કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે શિરોમણી અકાલી દળના પ્રમુખને ગઇકાલે કેજરીવાલ મુખ્યપ્રધાન બની ગયા હોવાનું સ્વપ્ન આવ્યા પછી તેઓ ઉંઘમાંથી ત્રણ વખત ઉઠી ગયા હતાં.

Post Comments