Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અયોધ્યામાં રામ મંદિર નહીં બંધાય તો આપણી સંસ્કૃતિના મૂળ કપાઈ જશે:ભાગવત

- ઈસ્લામ પરંપરા મુજબ વિવાદિત સ્થળે મસ્જિદ ન બંધાય અયોધ્યા કે ફૈઝાબાદ બહાર બાંધવી જોઇએ:ઈન્દ્રેશ કુમાર

(પીટીઆઈ)    મુંબઈ, તા.15 એપ્રિલ 2018, રવિવાર

સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર નહીં બંધાય તો આપણી સંસ્કૃતિના મૂળ કપાઈ જશે. દહાલુમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતના મુસ્લિમ સમાજે રામમંદિરનો નાશ નહોતો કર્યો.

ભારતના નાગરિકો આવું કૃત્ય ન કરે. પરંતુ વિદેશી તાકાતોએ ભારતના લોકોનું મનોબળ તોડવા મંદિરોનો નાશ કર્યો હતો પણ હવે આપણે આઝાદ છીએ. આપણને રામમંદિર બાંધવાનો અધિકાર છે. રામમંદિર જ્યાં હતું તે જ સ્થળે બંધાશે તેમાં કોઈ શંકા નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

દરમિયાનમાં  સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે આજે જણાવ્યું હતું કે ઈસ્લામની પરંપરા મુજબ રામજન્મભૂમિ અયોધ્યા જેવા વિવાદિત સ્થળે મસ્જિદ બાંધી શકાય નહીં. અયોધ્યા રામની જન્મભૂમિ છે તે જાણીતી વાત છે. રામના મંદિર વિશે વિવાદ નથી. પરંતુ ઈસ્લામની પરંપરા મુજબ વિવાદિત સ્થળે મસ્જિદ બાંધી શકાય નહીં. મસ્જિદ બાંધવી હોય તો અયોધ્યા અને ફૈઝાબાદની બહાર બાંધવી જોઇએ.

કુમારે વધુ જણાવ્યું હતું કે સરકાર અને કોર્ટે કરેલા સર્વેમાં વિવાદિત સ્થળે ઈસ્લામ અંગેના પુરાવા મળ્યા નથી પરંતુ રામજન્મભૂમિના પુરાવા મળ્યા છે.

Post Comments