Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય નાગરિક વિદેશમાં લગ્ન કરશે તો તેના વિદેશી જીવનસાથીને પણ વિઝા અપાશે

- પાક, સુદાન, ઈરાક, અફઘાન નાગરિકોના કિસ્સામાં કાયમી વિઝા નહીં મળે

- ભારતીય યુવક સાથે લગ્ન કરનારી ફિલિપાઈન્સની મહિલાને કાયમી વિઝા મેળવવામાં મુશ્કેલી થયા બાદ સરકારનો મહ

- ભારતીયના વિદેશી નાગરિક સાથે વિદેશમાં લગ્ન થયા હશે તો પણ વિઝા આપવામાં વિલંબ નહીં થાય તેવી સરકારની જાહેરાત

(પીટીઆઈ)  નવી દિલ્હી,  તા. 09 જુલાઈ 2018, સોમવાર

ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી નાગરિકને વિઝા કનવર્ટ કરવામાં સરળતા અપાશે. ગૃહ મંત્રાલયની મહત્વની જાહેરાતમાં કહેવાયું હતું કે ટૂરિસ્ટ વિઝાને કાયમી વિઝામાં બદલી શકાય તે માટેની પ્રક્રિયા હળવી કરાશે.

થોડા સમય પહેલાં ભારતીય યુવક સાથે લગ્ન કરનારી ફિલિપાઈન્સની મહિલાને ટૂરિસ્ટ વિઝામાંથી કાયમી વિઝા કરવામાં મુશ્કેલી પડી હતી. ભારતીય યુવક અને ફિલિપાઈન્સની મહિલાએ ભારતની બહાર લગ્ન કર્યા હતા. જો દેશમાં લગ્નવિધિ થઈ હોય તો ટૂરિસ્ટ વિઝામાંથી ડિપેન્ડ વિઝા મેળવવામાં સરળતા રહે છે, પણ વિદેશમાં લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.

તે અંગે મહિલાના ભારતીય પતિએ ગૃહમંત્રી રાજનાથ સિંહને રજૂઆત કરી હતી. એ સમસ્યા ઘણાં બધા ભારતીય નાગરિકોના વિદેશી જીવનસાથીના સંદર્ભમાં થાય છે કે બંનેએ વિદેશમાં લગ્ન કર્યા હોય ત્યારે તેમને ભારતના વિઝા મેળવવામાં લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે વાત ધ્યાને આવ્યા પછી ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે હવેથી સરકાર ભારતીય નાગરિકના વિદેશી જીવનસાથીને ટૂરિસ્ટ વિઝામાંથી તુરંત જરૃરી પ્રક્રિયા પછી ડિપેન્ડ વિઝા આપી દેશે, તેમણે વિદેશમાં લગ્ન કર્યા હોય તો પણ આ સુવિધા અપાશે.

ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ આ અંગે જાહેરાત કરી હતી. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી તે પ્રમાણે પાકિસ્તાન, સુદાન, ઈરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મૂળના અન્યત્ર ક્યાંય પણ રહેતા નાગરિકોના કિસ્સામાં આ નિયમ લાગુ પડશે નહીં. આ દેશોમાં લગ્ન કરનારા ભારતીય નાગરિકના જીવનસાથીને નિયત પ્રક્રિયા પૂરી કર્યા પછી જ વિઝા મળશે.

Post Comments