Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકાર રોજગારી કે ખોરાક આપી ન શકે તો ભિક્ષાવૃત્તિ ગુનો કેમ ગણાય ? : હાઇકોર્ટ

- દિલ્હી હાઇકોર્ટમાં ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની અરજી

- બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટમાં ભિક્ષાવૃત્તિ માટે દોષિત ઠરેલા આરોપીને ત્રણ વર્ષની સજાની જોગવાઈ

- કારમી જરૃરિયાત હોય તો માણસ હાથ લંબાવે, ભિક્ષાવૃત્તિ કોઈની પસંદગીનો વ્યવસાય નથી : હાઇકોર્ટ

(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૧૬ મે 2018, બુધવાર

સરકાર રોજગારી અને ખોરાક આપી ન શકતી હોય તો ભિક્ષાવૃત્તિ ગુનો કેવી રીતે ગણાય તેવું દિલ્હી હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઇકોર્ટમાં ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની માગણી સાથે થયેલી બે અરજીની સુનાવણીમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, વ્યક્તિ કારમી જરૃરિયાત હોય ત્યારે જ ભીખ માંગે છે, કોઈ ભિક્ષાવૃત્તિ પસંદ કરતું નથી.

જસ્ટીસ ગીતા મિત્તલ અને સી કરી શંકરની બેંચે જણાવ્યું હતું કે, કોઈને કરોડો રૃપિયા આપો તો પણ તે ભીખ માગવાનું પસંદ નહીં કરે પરંતુ કેટલાકની તીવ્ર જરૃરિયાતને કારણે હાથ લંબાવવો પડે છે. સરકાર રોજગારી કે ખોરાક ન આપી શકે તો ભારતમાં ભિક્ષાવૃત્તિ ગુનો કેવી રીતે ગણાય ?

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટમાં ઘણી જોગવાઈ છે કે ભિક્ષા વૃત્તિને ગુનો ગણી શકાય. સરકારે અગાઉ કહ્યું હતું કે, ગરીબ વ્યક્તિ ભિક્ષા માગે તેને ગુનો ગણાય નહીં.
હર્ષ મંદાર અને કર્ણિકા સોહનીએ દિલ્હીમાં ભિક્ષા માગવાનો ગરીબોને મૂળભૂત અધિકાર છે તેમ જણાવી તેને ગુનો ન ગણવા અરજી કરી હતી.
અરજદારે ભિક્ષુક ગૃહોમાં પાયાની જરૃરિયાતો સંતોષવાની માંગણી પણ કરી હતી. તેમણે બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટનો પણ વિરોધ કર્યો હતો.

કેન્દ્ર અને દિલ્હીની આપ સરકારે જણાવ્યું હતું કે, ૨૦૧૬ ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની સાથ તેમનું પુન:વસન કરવાની દરખાસ્ત હતી જે પૂરી થઈ શકી નહોતી.
ઉલ્લેખનીય છે કે, ભિક્ષાવૃત્તિમાં દોષિત ઠરેલા આરોપીને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે અને બીજી વાર દોષિત ઠરે તો ૧૦ વર્ષની જેલ પડી શકે છે.

હાલમાં કેન્દ્રમાં ભિક્ષાવૃત્તિ વિરોધી કાયદો નથી પરંતુ મોટા ભાગના રાજ્યો બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટનો અમલ કરે છે.

Post Comments