Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેનાની મોટી સફળતા, શ્રીનગર માર્ગ પરથી ચાર કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યો

- સેનાને આતંકવાદીઓના ષડયંત્ર વિશે ગુપ્ત માહિતી મળી ગઈ હતી

શ્રીનગર, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર

ખીણમાં સેનાના દળોને આજે મોટી સફળતા મળી છે. જાણકારી અનુસાર આતંકવાદીઓએ સેના પર કોઈ મોટા હુમલાને અંજામ આપવાના ફિરાકમાં શ્રીનગર-બારામૂલા રાજમાર્ગ પર એચએમટી ક્ષેત્ર નજીક ચાર કિલોગ્રામનો ઈમ્પ્રોવાઈઝ્ડ વિસ્ફોટક ડિવાઈસ પ્લાન્ટ કર્યો હતો.

જોકે સેનાને સમય રહેતા આતંકવાદીઓની કાયરતા વિશે ગુપ્ત માહિતી મળી ગઈ અને CRPFની 44 બટાલિયનના જવાનોએ તેને જપ્ત કરી લીધા. જે બાદ સેનાએ હાઈવે પર આવન-જાવન રોકીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધુ છે.

11 વાગે લગભગ બોમ્બ સ્કવોડે આઈઈડીને વિના કોઈ નુકસાને નિષ્ક્રિય કરી દીધો અને મુસાફરીની સુવિધાને ફરીથી ચાલુ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે જવાનોની ચપળતાના કારણે આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવાઈ ગયુ નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત.

Post Comments