Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પત્ની અને માતાપિતા વચ્ચેના ઝઘડામાં પીસાઇ રહ્યો છું : મુકેશ

- આત્મહત્યા કર્યા પહેલાનો વીડિયોમાં કલેક્ટરની કબૂલાત

- મુકેશ પાંડેએ ગુરૃવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ગઇકાલે ગાઝિયાબાદમાં આઇએએસ અધિકારી અને બક્સરના જિલ્લા કલેક્ટર મુકેશ પાંડેનો મૃતદેહ મળી આવ્યા પછી આજે તેમનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો પરથી પુરવાર થાય છે કે તેમણે પરિવારના ઝઘડાને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

આ વીડિયોમાં મુકેશ પાંડેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે કૌટુંબિક ઝઘડાને કરાણે આતમહત્યા કરવા જઇ રહ્યાં છે. તેમણે પોતાની આત્મહત્યા પાછળ પોતાની પત્ની અને માતાપિતા વચ્ચે થતાં ઝઘડાનું કારણ બતાવ્યું છે.

મુકેશ પાંડેના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તેઓ ચાલુ મહિનામાં જ બક્સરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બન્યા હતાં. ઉલ્લેખનીય છે કે મુકેશ પાંડેએ ગુરૃવારે ગાઝિયાબાદમાં ટ્રેનની પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના જણાવ્યા અનુસાર પાંડે જૂઠ્ઠું બોલીને બક્સરથી પટણા ગયા હતા અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા હતાં.

દિલ્હીથી તેમણે પોતાના મિત્રોને મેસેજ કર્યો હતો કે તે જનકપુરીની એક ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરવા જઇ રહ્યાં છે. આ મેસેજ પછી પોલીસે બચાવવા નીકળી પણ તેમણે દિલ્હીની પાસે ગાઝિયાબાદમાં ટ્રેન નીચે કપાઇ જઇને આત્મહત્યા કરી લીધી હતી.

Post Comments