Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયનો ઝટકો, 9 સલાહકારોને પદ પરથી હટાવ્યા

- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સાલહકારો પણ સામેલ

- ત્રણ વર્ષ બાદ નિયુક્તિ રદ્દ કરતા કેન્દ્ર પર અડચણ ઉભી કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018, મંગળવાર

કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે તેમના 9 સલાહકારો પર કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે આતિશી માર્લેના અને રાઘવ ચડ્ડા સહિત 9 સલાહકારોને તેના પદ પરથી હટાવ્યા છે. જેમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાના સલાહકારોનો પણ સમાવેશ થાય છે.

ગૃહમંત્રાલયે તેમની નિયુક્તિ કાયદેસર નથી તેમ ગણાવીને રદ્દ કરી છે. આ 9 સલાહકાર ત્રણ વર્ષથી કેજરીવાલ સરકારના જુદા-જુદા વિભાગો સાથે સંકળાયેલા હતા. જેમાં આતિશી માર્લેના અને રાઘવ ચડ્ડા મોટાં નામ છે. આતિશી માર્લેના શિક્ષણ વિભાગમાં સાલહકાર હતા અને રાઘવ ચડ્ડા નાણાંકિય મામલાના સલાહકાર હતા. તેમના પર આ પ્રકારની કાર્યવાહી થવા પર કેજરીવાલ સરકારે જણાવ્યું કે, ત્રણ વર્ષ બાદ આ નિયુક્તિ રદ્દ કરવું ખોટું છે.

સરકારનો તર્ક છે કે સલાહકારના પદો પર નિયુક્તિ મુખ્યમંત્રી જ કરી શકે છે તેવામાં નિયુક્તિઓ રદ્દ કરવી સરકારના કામમાં અવરોધ ઊભો કરવાનો છે.

Post Comments