Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આસામમાં પૂરની ભયાનક સ્થિતિ: પાંચનાં મોત

- ભારે વરસાદના કારણે જળબંબાકાર: ૧૭૫૨ ગામો પાણીમાં ગરકાવ

- આસામમાં સિઝનનો કુલ મૃત્યુઆંક વધીને ૮૯ થયો : કુલ ૧૧ લાખ લોકો અસરગ્રસ્ત : એક લાખ હેક્ટર જમીનમાં ખેત

ત્રિપુરામાં ૪૫૦૦ પરિવાર બેઘર, ૨૦૦૦થી વધુ પરિવારને સલામત સ્થળે ખસેડાયા હાવરા નદીએ ભયજનક સપાટી વટાવતાં આસપાસના વિસ્તારોમાં એલર્ટ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

આસામમાં આજે ફરીથી પૂરની સ્થિતિ વણસતા પાંચ લોેકોનાં મોત થયા હતા અને ત્રિપુરામાં ૪૫૦૦ પરિવારો બેઘર થઇ ગયા હતાં. આ સાથે જ ચાલુ સિઝનમાં આસામમાં વરસાદનો કુલ મૃત્યુઆંક વધીને ૮૯ થઇ ગયો છે.  આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)ના જણાવ્યા અનુસાર ધેમજીમાં બે, લખમીપુર, કોકરાઝાર અને મોરીગાવ જિલ્લાઓમાં એક-એક વ્યકિતનું મોત થયું હતું.

એએસડીએમએના જણાવ્યા અનુસાર ધેમાજી, લખમીપુર, બિશ્વનાથ, સોનિતપુર, બક્સા, બારપેટા, ચિરાંગ, કોકરાઝા, ધુબ્રી, દક્ષિણ સલમારા, મોરીગાવ, ગોલાઘાટ, જોરહત, મજુલી, શિવસાગર સહિતના જિલ્લાઓમાં કુલ ૧૧ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.  સૌથી વધુ ધુબ્રીમાં ૧.૯૨ લાખ અને ધેમાજીમાં ૧.૫૧ લાખ લોકોને અસર થઇ છે. હાલમાં ૧૭૫૨ ગામો પાણીમાં ડૂબી ગયા છે. એક લાખ હેક્ટર જમીનમાં ખેતીનો પાક નાશ પામ્યો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૧૬.૫૫ મિમી વરાસદ પડયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ ફરીથી મૂશળધાર વરસાદ શરૃ થઇ ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેતા મહત્તમ તાપમાન ૩૪.૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૨૭.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉત્તર બંગાળમાં લગભગ ૧૦૦ જ ેટલા ચ્હાના બગીચાને નુકસાન થયું હતું. બંગાળના ઉત્તર દરિયાકાંઠે હળવાથી ભારે વરસાદ થયો હતો. જેને પગલે બિહારમાં પણ વરસાદ નોંધાયો હતો.

પ. બંગાળના પૂરણીયામાં ૧૦૮.૮ મીમી વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશમાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. લઘુત્તમ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો હતો. હિમાચલમાં સૌથી વધુ ૪૨ મી.મી. વરસાદ અધારમાં થયો  હતો.

પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા વરસાદને પગલે તાપમાન સામાન્ય રહ્યું હતું. ચંડિગઢમાં તાપમાનનો પારો ૩૩ ડિગ્રી નોંધાયો  હતો. અમૃતસરમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી રહ્યું હતું.
 

Post Comments