Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણિશંકર ઐયરને કોંગ્રેસમાંથી હટાવવા પક્ષના નેતા હનુમંતા રાવની અપીલ

- ગુજરાતની ચૂંટણી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફરી વિવાદોમાં

- પાક. ભારત સાથે વાતચીત કરવા ઇચ્છે છે જ્યારે આપણે હજુ જૂનવાણી છીએ: ઐયર

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

ગુજરાતની ચૂંટણી પહેલા એક નિવેદનને કારણે કોંગ્રેસના નેતા મણીશંકર ઐયર ચર્ચામાં આવ્યા હતા. જ્યારે થોડા દિવસ પહેલા પણ તેઓએ પાકિસ્તાન અને ભારતને લઇને એક નિવેદન કર્યું હતું જેને લઇને વિવાદ થયો હતો. તેમના આ વીવાદાસ્પદ નિવેદનને કારણે પક્ષમાંથી તેમને હટાવવાની માગણી ઉઠી છે. કોંગ્રેસના નેતા હનુમંતા રાવ ઇચ્છે છે કે રાહુલ ગાંધી મણીશંકર ઐયરને પક્ષમાંથી દુર કરે. આ માટે તેઓએ કોંગ્રેસ પ્રમુખને વિનંતી પણ કરી છે.

થોડા દિવસ પહેલા મણીશંકર ઐયરે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં દરેક રાજકીય પક્ષો ભારત સાથે વાતચીત ઇચ્છે છે જ્યારે બીજી તરફ ભારતમાં હજુ પણ ૧૯૪૭ની જ સ્થિતિ છે. ઐયરે જણાવ્યું હતું કે જમાત-એ-ઇસ્લામ જેવી પાકિસ્તાની રાજકીય પાર્ટીઓ પણ ઇચ્છે છે કે ભારત સાથે શાંતીપૂર્વકના સંબંધો સ્થાપવામા આવે. આ પ્રકારની માનસીક્તા પાકિસ્તાનમાં આગળ ધપી રહી છે જ્યારે ભારતમાં હજુ પણ પહેલા જેવી જ માનસીક્તા છે.

ઐયરનું આ નિવેદન ત્યારે સામે આવી રહ્યું છે જ્યારે બે દિવસ પહેલા જ કાશ્મીરમાં સૈન્યના કેમ્પ પર આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થઇ ગયા હતા.  ભાજપના નેતા સંબીત પાત્રાએ જણાવ્યું હતું કે ઐયર વારંવાર આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે અને અગાઉ તેઓ પાકિસ્તાન જઇને પણ મોદી સરકાર વિરોધી નિવેદન કરી ચુક્યા છે. આ મામલે હવે કોંગ્રેસના નેતા હનુમંતા રાવે જણાવ્યું હતું કે હું રાહુલ ગાંધીને વિનંતી કરીશ કે તેઓ ઐયરને પક્ષમાંથી આ પ્રકારના નિવેદનો બદલ હટાવે.

Post Comments