Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સપ્તાહના પાંચ દિવસ રોજ અર્ધો કલાક કસરત અકાળ મૃત્યુ અટકાવી શકે

- નિષ્ક્રિય વ્યક્તિના અંગો પણ ક્રમશઃ નિષ્ક્રિયતા તરફ ધકેલાતા હોય છે

- સંશોધકોએ ૧૭ દેશોના ૧.૩ લાખ લોકોનો અભ્યાસ કરીને તારવેલો મત

(પીટીઆઇ)  નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

જગતના તમામ દેશોમાં થોડો-ઘણો આર્થિક વિકાસ થઇ રહ્યો છે. લોકો પહેલા કરતા સમૃદ્ધ અને સુખી થયા છે તે બાબત નિર્વિવાદ, સહુ સમજે છે પણ તે સમૃદ્ધિ માટે વૈજ્ઞાાનિક વિકાસ અને સંશોધનોનો પણ સહયોગ છે. અને તે સંશોધનોને કારણે લોકોનો શ્રમ ઘટયો છે.

કાલે સાઇકલ લઇને કામે જતો માણસ આજે બાઇક પર કામે જાય છે. શ્રમ ઘટયો, બેઠાડુ જીવન બન્યુ અને આરોગ્ય કથળ્યું કેમ કે માનવ દેહના આરોગ્યનો સીધો સંબંધ મહેનત અને શ્રમ સાથે છે.

હવે ઘટેલા શ્રમથી કથળેલા આરોગ્યને ફરી પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ, શ્રમ- કસરત છે. શરીર વિજ્ઞાાનીઓના મત મુજબ એક સપ્તાહમાં જો પાંચ દિવસ રોજ અર્ધો કલાક કસરત કરવામાં આવે તો માનવી પોતાની તંદુરસ્તી જાળવી શકે અને ડાયાબિટિસ, હૃદયરોગ, બ્લડપ્રેશર, બ્રેઇન સ્ટ્રોક જેવા જીવલેણ રોગથી બચીને અકાળે મૃત્યુના મુખમાં ધકેલાતો ઉગરી શકે.

એટલું જ નહીં પણ વિશ્વસ્તરે થતાં પ્રત્યેક ૧૨ મૃત્યુ પૈકી એક વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે તેવી સ્પષ્ટતા એક સાપ્તાહિકમાં કરવાાં આવી છે. આ બાબત જગતની કોઇપણ વ્યક્તિ સમજી શકે તેમ હોવા છતાં સંશોધકોએ પોતાના મંતવ્યને દ્રઢીભૂત કરવા વિશ્વના ૧૭ દેશોના ૧.૩ લાખ લોકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કર્યો હતો જેમાં ભારતના ૨૪,૦૦૦ લોકોનો પણ અભ્યાસ કરાયો હતો.

Post Comments