Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલસા કાંડમાં એચ.સી. ગુપ્તા, કે.એસ ક્રોફા, કે.એસ.એસ.પી.એલ અને પી.કે. અહલુવાલિયા દોષિત જાહેર

- કોર્ટે સી.એ. અમીત ગોયલને બધા આરોપોથી મુક્ત કર્યા

નવી દિલ્લી, 19 મે 2017, શુક્રવાર

દિલ્લીની એક કોર્ટે આજે શુક્રવારના રોજ કોલસાખાતાના ભૂતપુર્વ સેક્રેટરી એચ.સી. ગુપ્તા, સંયુક્ત સેક્રેટરી કે.એસ ક્રોફા, ક્રીશ્નાપટનમ સિક્યોરિટિ સર્વિસીસ પ્રા. લિ. અને વહીવટી સંચાલક પી.કે. અહલુવાલિયાને કોલસા કાંડમાં દોષિત જાહેર કર્યા છે. આ તમામ ઉપર બનાવટી લખાણ, છેતરપિંડી, ગુનાહિત કાવતરા અને ફોજદારી ગેરવર્તણુકના આરોપ લગાવામાં આવ્યા હતા. કોર્ટે તેઓને ગુનાહિત કાવતરા, છેતરપિંડી અને ભ્રશ્ટાચાર માટે દોષીત ઠેરાયા છે. જોકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમીત ગોયલના નિર્દોષ સાબિત થતા તેને કોર્ટ દ્વારા બધા આરોપોથી મુક્ત કરવામાં આવ્યો હતો.   
    
કોલસાની ફાળવણીની અનિયમિતતામાં એચ.સી. ગુપ્તા, કે.એસ ક્રોફા, કે.એસ.એસ.પી.એલ અને પી.કે. અહલુવાલિયાનો સંડોવણી હોવાની આશંકા પર તેમના ઉપર CBIએ આરોપ લગાવ્યો હતો. CBIએ 2008ના આ છત્તીસગઢના કોલસા કાંડમા એચ.સી. ગુપ્તા, કે.એસ ક્રોફા, કે.એસ.એસ.પી.એલ અને પી.કે. અહલુવાલિયા વિરુદ્ધ 2014માં FIR નોંધાવી હતી. CBIએ તેના અંતિમ રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે આરોપીઓએ ખાણકામના કોન્ટ્રાક્ટમાંથી ગેરકાયદે લાભ મેળવવાના ઈરાદાથી સ્ક્રિનિંગ કમીટીને છેતરવા માટે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હતો.

ફેબ્રુઆરીમાં CBIએ ગુપ્તા, ક્રોફા, કંપની, અનીલ ગુપ્તા, દિપક ગુપ્તા, અમીત સિંહ, રાકેશ સિંહ અને જગન નાથ પાન્ડાને જામીન પર છોડ્યા હતા. તેઓને કોર્ટે 1 લાખ જામીનના અને 1 લાખ સુરક્ષાનાં ભરવા માટે કહ્યું હતુ.

Post Comments