Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટી સરળ અને ઉદ્યમીઓ માટે ભારણ વગરનો રહેશે : મહેસૂલ સચિવ

- જીએસટી ટેક્ષ વ્યવસ્થામાં ટેક્ષની ચૂકવણી ડેબિટ, ક્રેડિટ અથવા ચેકથી કરી શકાશે

ગાંધીનગર, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અધિયાએ કહ્યુ કે પ્રસ્તાવિત નવી પરોક્ષ ટેક્ષ પ્રણાલી જીએસટીથી ટેક્ષ વ્યવસ્થા સરળ અને ભારણ વગરની બની જશે. આ વ્યવસ્થામાં માત્ર એક રેટ રહેશે અને ટેક્ષની ચૂકવણી ડેબિટ/ ક્રેડિટ કાર્ડ અથવા ચેકથી કરી શકાશે. અધિયાએ વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં કહ્યુ કે વેપારીઓ અને ઉદ્યમીઓ માટે જીએસટી વ્યવસ્થામાં સંપત્તિ પર ચુકવેલા ટેક્ષને પોતાની જવાબદારીમાં સંતુલિત કરવા માટે સરળ રહશે. જેનાથી દેશભરમાં ટેક્ષ ભરવાના કાયદાનું પાલન કોઇ પણ પ્રકારના ભારણ વગર કરવામાં આવશે તથા દેશ સામાન્ય બજાર બની જશે.

અધિયાએ કહ્યુ કે જીએસટીનું પાલન કરવું ખૂબ જ સરળ રહેશે. રાજ્યોની કોઇ મર્યાદા રહેશે નહીં અને તમે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી શકશો. માત્ર એક એકીકૃત ટેક્ષ લાગૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે 1 એપ્રિલ 2017થી જીએસટી અમલી બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે પરંતુ જીએસટી કાઉન્સિલમાં રાજ્યોની કેટલાક મુદ્દામાં સહમતિ ના મળવાને કારણે આ સમય મર્યાદામાં અમલી બનાવવામાં મૂશ્કેલી પડી શકે છે. આ મુદ્દાઓમાં કરદાતાઓની તપાસ કરાવવાનો અધિકારનો મુદ્દો પણ સામેલ છે.

Post Comments