Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૂર્વોત્તરના રાજયોમાં ભારે વરસાદ અને પૂરથી દોઢ લાખને અસર, હજારોનું સ્થળાંતર

- ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી યથાવત્

- આસામ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમમાં પૂરને કારણે હજારો બેઘર : ભૂસ્ખલનથી રસ્તા બંધ

- દિલ્હીમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન સાથે ધૂળની ડમરીથી પ્રદૂષણમાં 'ગંભીર' વધારો  પતિયાલામાં ૪૬.૨, ચુરૃમાં ૪૨.૩, જમ્મુમાં ૪૩.૩ ડિગ્રી સાથે પ્રચંડ ગરમી

નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી યથાવત્ હતી. પાટનગર દિલ્હીમાં ગરમ પવનો અને ધૂળની આંધીથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું. બીજી તરફ ત્રિપુરા, આસામ અને મણિપુરમાં ભારે વરસાદથી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને હજારો લોકો બેઘર બન્યા હતા.

ત્રિપુરામાં છેલ્લા ૨૪ કલાકથી સતત ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. લગભગ ૩૫૦૦ પરિવારો બેઘર બન્યા હતા. સદર સબ ડિવિઝનમાં મકાનો ડૂબી જતાં ૫૦૦ પરિવારો રાહત છાવણીમાં ખસેડાયા હતા. આસામમાં ભારે વરસાદથી આઠ રેવન્યુ સર્કલના વિસ્તારમાંના ૧૪૮૯૧૨ લોકોને અસરથઈ હતી. કરીમગંજમાં સૌથી વધુ નુકસાન થયું હતું.

લોંગોઈ નદી બંને કાંઠે વહેતા ૧૨૪નું સ્થળાંતર કરાયું હતું. ચાર જિલ્લામાં લગભગ ૭૧ રાહત કેમ્પમાં ૧૦૭૧૦ લોકોએ આશ્રય લીધો હતો. હાવરા નદી ભયજનક સપાટીની પણ નજીક વહી રહી હતી. ઘણા સ્થળોએ ભેખડો ધસી પડતા રસ્તા બંધ થઈ ગયા હતા.

મિઝોરમમાં ગઈકાલના વરસાદ બાદ આજે થોડી રાહત જણાઈ હતી. નદીના પૂર ઓસરવા છતાં આજે લગભગ ૩૦ મકાનોને નુકસાન થયું હતું. મણિપુરના ઇમ્ફાલ ઇસ્ટ અને વેસ્ટમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું. શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.

પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી સાથે પ્રચંડ ગરમી પડી હતી. વધારામાં ધૂળની રજકણો સાથે ૩૫ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનથી હવામાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે જણાવ્યા મુજબ ધૂળના રજકણો હવામાં પેલાતા હવા અશુદ્ધ બની હતી. હવામાં પીએમ૧૦નું પ્રમાણ ગંભીર સ્તરે હતું. પાટનગર દિલ્હીમાં ૭૭૮ અને એનસીઆરમાં ૮૨૪ના પ્રમાણથી વિઝિબિલીટી પણ ઘટી હતી.

ઉત્તર પ્રદેશમાં તીવ્ર પવનો સાથે હવામાન સૂકું હતું. પંજાબ અને હરિયાણામાં ગરમીનું પ્રચંડ મોજું યથાવત્ હતું. પતિયાળામાં સામાન્ય કરતા સાત ડિગ્રી ઉંચુ ૪૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનના ચુરૃમાં સૌથી વધુ ૪૨.૩ ડિગ્રી તાપમાન સાથે રાજ્યભરમાં ગરમી યથાવત્ રહી હતી. હિમાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં પણ પ્રચંડ ગરમી હતી. ઉનામાં મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી નોંધાયું હતું.

જો કે, કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. જ્મ્મુ અને કાશ્મીરના જમ્મુમાં આજે બીજે દિવસે મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને રાજ્યમાં ગરમીનો માહોલ હતો. હવામાન વિભાગે કાશ્મીરમાં હજી વધુ ગરમી પડવાની આગાહી કરી હતી. હવામાન વિબાગે મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી હતી.

Post Comments