Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતની ચૂંટણી પહેલા સંસદના સત્રની જાહેરાત થવાની શક્યતા

- કેબિનેટ કમિટિની 17 નવેમ્બરની બેઠક બાદ શિયાળુ સત્રની તારીખની જાહેર થશે

- વિરોધ પક્ષે પણ શિયાળુ સત્રમાં વિલંબ મામલે મૌન સેવ્યું

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સંસદના શિયાળુ સત્ર શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શિયાળુ સત્ર શરૂ કરાવી શકે છે. કેબિનેટ કમિટિ આ મામલે 17 નવેમ્બરે બેઠક કરી સંસદના શિયાળુ સત્રની તારીખની જાહેરાત કરશે. આ વખતે શિયાળુ સત્રમાં ઘણો વિલંબ થયો છે.

આ વર્ષે શિયાળુ સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે શિયાળુ સત્ર નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં શરૂ થતું હોય છે. ગત વર્ષે શિયાળુ સત્ર 16 નવેમ્બર થી 16 ડિસેમ્બર સુધી ચાલ્યું હતું.

આ વર્ષે બે રાજ્યોમાં ચૂંટણીને કારણે શિયાળુ સત્ર મામલે સરકાર મૌન સેવી રહી છે. જ્યારે વિરોધ પક્ષ તરફથી પણ આ બાબતે સક્રિયતા ઓછી જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સરકાર સંસદના શિયાળુ સત્રને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ કરવાનું વિચારી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં બીજેપી અને કોંગ્રેસના નેતાઓ વ્યસ્ત રહેવાના છે. એવામાં બંન્ને પાર્ટીએ સંસદના શિયાળુ સત્ર માટે મૌન ધારણ કર્યું હોય તેમ લાગે છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments