Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોરખપુરઃ 63 જણાના મોત બાદ રાજકારણીઓ સત્તાનો રોટલો શેકવામાં રમમાણ

- સીએમ યોગી આદિત્યાનાથ સહિતના નેતા એકશનમાં

- વિરોધ પક્ષના દિગ્ગજ નેતા મેદાને

ગોરખપુર, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

ગોરખપુરમાં આપણી સરકારી હોસ્પિટલોની પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે હવે પ્રાણવાયુને લીધે જીવ ગુમાવનારા 63 લોકોના મોત ઉપર રાજકારણીઓ સત્તાની રોકડી કરવા પડાપડી કરી રહ્યા છે.

યોગી સરકાર સહિત વિપક્ષના નેતાઓ હોસ્પિટલ મામલે એકશનમાં આવી ગયા છે અને હોસ્પિટલમાં આ નેતાઓની કથિત મુલાકાતોને લીધે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

તંત્રની નફ્ફટાઈએ હદ ત્યાં વટાવી હતી કે આટલી મોટી કરુણાંતિકા છતાં ડીએમ અથવા કમિશનર શુક્રવારે આખો દિવસ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં નહોતાં. મેડિકલ કોલેજના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બંને અધિકારીને મામલાની જાણકારી આપી દેવાઇ હતી. ગુરુવારથી જ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનની ટાંકી ખાલી થઇ ગઇ હતી. બહારથી મગાવેલા સિલિન્ડર પણ ગુરુવારે ખલાસ થઇ ગયાં હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો હતો. બાળદર્દીઓ ઓક્સિજન વિના તડપવા લાગ્યા હતા. ડોક્ટરરોએ એમ્બુ બેગ દ્વારા બાળકોને ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બાળકોનાં જીવ બચાવી શક્યાં નહોતાં.

ગુરુવારે ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ ખલાસ થઇ ગયા બાદ હોસ્પિટલમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું. ગુરુવારે આખા દિવસમાં બહારથી 90 સિલિન્ડર મગાવાયાં હતાં. જે રાતના એક વાગ્યા સુધીમાં ખલાસ થઇ ગયાં હતાં. રાત્રે સાડા 3 કલાકે બીજા 50 સિલિન્ડર મગાવાયાં પરંતુ તે સવારે સાડા સાત કલાકે તો પૂરા થઇ ગયાં હતાં. આમ છતાં જિલ્લા મેજિસ્ટ્રેટ કે ગોરખપુરના કમિશનરના પેટનું પાણી હાલ્યુ નહોતું. શુક્રવારે આખો દિવસ બંને અધિકારી હોસ્પિટલ પહોંચ્યા નહોતાં.

આ હોસ્પિટલમાં 54 બાળકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાં હતાં. હોસ્પિટલના ઇંસેફેલાઇટિસ વોર્ડમાં 100 બેડ છે. તેમાં 73માંથી 54 બાળકોને વેન્ટિલેટર પર સારવાર અપાઇ રહી હતી. શુક્રવારે સવારે સાડા સાત કલાકે ઓક્સિજનનો સપ્લાય બંધ થઇ જતાં વોર્ડમાં હંગામો શરૂ થઇ ગયો હતો. એમ્બુબેગ દ્વારા બાળકોને બચાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ લગાવાયો હતો. તેના દ્વારા 300 દર્દીઓને ઓક્સિજન અપાતો હતો. પુષ્પા સેલ્સ નામની કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પર ૬૯ લાખ રૂપિયાનું બિલ ચડી ગયું હતું. કરાર પ્રમાણે મહત્તમ 10 લાખનું બિલ બાકી રાખી શકાતું હતું પરંતુ રકમ નિયંત્રણ બહાર જતાં ઓક્સિજન પૂરો પાડતી દેહરાદૂનની આઇનોક્સ કંપનીના એલએમઓ ગેસ પ્લાન્ટે સપ્લાય કરવાનો ઇનકાર કરી દીધો હતો.

30 બાળકોનાં જીવ ગયા બાદ વહીવટી તંત્રે 22 લાખ રૃપિયા ચૂકવવાની કવાયત હાથ ધરતાં કંપનીએ ઓક્સિજનનો પુરવઠો ફરી ચાલુ કર્યો હતો. અગાઉ પણ ગયા વર્ષે એપ્રિલમાં કંપનીનું બિલ 50 લાખ થઇ જતાં ઓક્સિજન સપ્લાય ઠપ કરી દેવાયો હતો.

Post Comments