Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'હર હર મહાદેવ' થી ગૂંજશે અમરનાથ ગુફા, શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે

- સુપ્રીમ કોર્ટે NGTનો આદેશ રદ્દ કર્યો

- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અમરનાથ ગુફાને સાયલન્સ ઝોન જાહેર કર્યુ હતું

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2018, સોમવાર 
 
બાબા બર્ફાનીના દર્શન કરનારા લોકો માટે ખુશખબરી છે. હવે અમરનાથ ગુફામાં કોઇ પણ શ્રદ્ધાળુ બરફમાંથી બનાવવામાં આવેલ હિમ શિવલિંગની સામે ઉભા રહીને ભોલેનાથના દર્શન કરી શકે છે. સોમવારે સુપ્રીમ કોર્ટે આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ રદ કર્યો છે.
 
ગત વર્ષે અમરનાથ ગુફાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સાયલન્સ ઝોન જાહેર કરી દીધુ હતું. જેમાં ત્યાં ઘોંઘાટ મચાવવાનો, ઘંટ વગાડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેની પાછળ તેમણે તર્ક આપ્યો હતો કે ઘોંઘાટ થવાથી હિમ મહાશિવલિંગ પર અસર પડે છે અને બરફ પીગળવાની શક્યતા રહે છે. આ સાથે જ NGTએ એન્ટ્રી પૉઇન્ટથી આગળ ચઢવો લઇ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો. સારી વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવા પર NGTએ શ્રાઇન બૉર્ડને કહ્યુ હતુ કે શ્રદ્ધાળુઓને ગુફામાં સારી વ્યવસ્થા સાથે દર્શન કરવાનો અધિકાર છે, તેમને દર્શન કરવાથી અલગ કરી શકાય નથી. 
 
આગામી 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. તેના માટે લોકો હવે ગ્રુપ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ અમરનાથ શ્રાઇન બોર્ડે 30 મે જાહેર કરી છે. આ રજિસ્ટ્રેશન કરાવવા માટે યાત્રા ફૉર્મ ભરીને રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઇને 26 ઑગષ્ટના રોજ સમાપ્ત થશે. 
 
ગત વર્ષે અમરનાથ યાત્રીઓ પર હુમલો થઇ ચુક્યો છે. તેથી આ વર્ષે ભારતીય સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ સાવચેતી રાખી રહ્યા છે. ગત વર્ષે ગુજરાતના અમરનાથ યાત્રીઓથી ભરી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. ભારતીય સુરક્ષા એજન્સીને જાણવા મળ્યું છે કે હિજબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠન આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન હુમલાને અંજામ આપી શકે છે. આ ખુલાસો સામે આવ્યા બાદથી જ ભારતની સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ થઇ ગઇ છે. સરકારે અમરનાથને લઇને માર્ગદર્શિકા જાહેર કરી છે. 

Post Comments