Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય દ્વિપકલ્પની આસપાસ પાણીમાં મળ્યો કિંમતી ધાતુનો વિપુલ ભંડાર

- સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસ્તુભ અને સમુદ્ર સૌદીકામા જેવા જહાજોની લેવાઈ મદદ

- વૈજ્ઞાનિક સંસોધનમાં આ વાત બહાર આવી

નવી દિલ્હી, તા. 17 જુલાઈ 2017, સોમવાર

ભારત એક દ્વિપકલ્પ છે અને તેની આસપાસ છે વિપુલ જળસંપત્તિ દરિયાના પેટાળમાં લાખો ટન છુપાઈ છે કિમંતી ધાતુઓ. એક સંસોધનમાં આ વાત બહાર આવી છે.

જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોને પાણીની નીચેથી ભારતીય દ્વિપકલ્પની આસપાસમાંથી લાખો ટનની કિંમતી ધાતુઓ અને ખનીજની શોધ કરી છે. પહેલી વખત લગભગ 2014માં મેંગ્લુરુ, ચેન્નાઈ, મન્નાર બેસીન, અંડમાન અને નિકોબાર ટાપુ અને લક્ષ્યદ્વીપની આસપાસ દરિયાઈ સંસાધનો મળ્યા હતા.

જેમાં માત્ર વૈજ્ઞાનિકોના હાથમાં લાઈમ મડ, ફોસફેટ-રિચ અને હાઈડ્રોકાર્બન્સ જેવી વસ્તુઓ મળી હતી, તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે પાણીની અંદર વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી શકે છે. 3 વર્ષના સંશોધન પછી, જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ 181,025 વર્ગ કિલોમીટર હાઈ રિઝોલ્યુશન સીબેડ મોરફોલોજિકલ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને 10 હજાર મિલિયન ટન લાઈમ મડ હોવાની વાત કહેવામાં આવી હતી.

ત્રણ અત્યાધુનિક જહાજો, સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસ્તુભ અને સમુદ્ર સૌદીકામાને મદદમાં લગાવવામાં આવ્યા છે. જીએસઆઈના સુપ્રિટેન્ડેન્ટ જિઓલોજિસ્ટ આશીષ નાથે જણાવ્યું કે, આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિનરલાઈઝેશનના સંભવિત વિસ્તારોની ઓળખ કરવાનો અને મરીન મિનરલ સંશાધની તપાસ કરવાનો છે.

Post Comments