Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેન્ટલમેન મોદી મારા ખાસ મિત્ર, તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે : ટ્રમ્પ

- ફિલિપાઇન્સના મનીલામાં ત્રિદિવસીય આસિયાન સંમેલન શરૃ

- ભારત ઝડપથી પ્રગતિ કરતું હોવાનું કહી ટ્રમ્પે વખાણ કર્યા

મોદીએ કહ્યું 'ભારત-અમેરિકાના સંબંધો દ્વિપક્ષીય કરતા પણ આગળ વધી ગયા છે'
એશિયા પ્રવાસમાં ભારતની વારંવાર પ્રશંસા કરવા બદલ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

(પીટીઆઇ) મનીલા, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલન અગાઉ વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે બંને દેશોના સંબધો દ્વિપક્ષીય સંબધોથી આગળ વધીને ઘણા ઘનિષ્ઠ થઇ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે  જેન્ટલમેન મોદી મારા ખાસ મિત્ર, તેઓ બહુ સારુ કામ કરી રહ્યાં છે.

આ અગાઉ વિયેતનામના દાનંગ શહેરમાં એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન(એપેક) સમિટ અગાઉ સીઇઓને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇન્ડો-પેસિફિક રિજિયનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.ર્ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે સંબધો મજબૂત થઇ રહ્યાં છે. મને લાગે છે કે બંને દેશોના સંબધો ફક્ત પરસ્પર હિત માટે નથી. આ સંબધો તેનાથી પણ આગળ છે.

મોદીએ જણાવ્યું હતું કે અમે એશિયાના લાભ અને ભવિષ્ય તથા સમગ્ર વિશ્વમાં માનવતા માટે કાર્ય કરી રહ્યાં છે. મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમણે પોતાના એશિયાના પ્રવાસ દરમિયાન જયાં પણ તક મળી ત્યાં ભારતના વખાણ કર્યા હતાં.  મોદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ટ્રમ્પ જ્યાં પણ ગયા ત્યાં ભારત અંગે બોલવાની તક મળી તો તેમણે ભારત અંગે હંમેશા સારો અભિપ્રાય જ આપ્યો છે. મોદીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે વિશ્વ અને અમેરિકાની અમારા માટે જે અપેક્ષા છે તેને પૂર્ણ કરવા માટે ભારત હંમેશા પ્રયત્નશીલ રહેશે.

ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર અને જોરદાર વ્યકિત ગણાવ્યા હતાં. અમેરિકાના પ્રમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં છે અને અમે પહેલા પણ મળી ચૂક્યા છે. તેઓ અમારા મિત્ર બની ગયા છે. તેઓ સારું કાર્ય કરી રહ્યાં છે. તેમણે અનેક સમસ્યા ઉકેલી છે અને અમે ભવિષ્યમાં પણ સાથે કાર્ય કરવાનું ચાલુ રાખીશું.

Post Comments