Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આર વેંકટરામનના કાર્યકાળમાં ચાર પીએમ બદલાયા

- ત્રણ વડાપ્રધાનોને શપથગ્રહણ કરાવ્યાં હતાં

અમદાવાદ, તા. 17 જુલાઇ 2017, સોમવાર

જ્ઞાની ઝૈલસિંગ પછી આર વેંકટરામનની પ્રેસિડેન્ટ તરીકે પસંદગી થઇ હતી. તેમણે ૨૫ જુલાઇ ૧૯૮૭ થી ૨૫ જુલાઇ ૧૯૯૨ એમ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આર વેંકટરામન એક માત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેમના શાસનકાળમાં ચાર વડાપ્રધાન બદલાયા હતા. જેમાંથી ત્રણને તેમણે શપથ લેવડાવ્યા હતા.

તેઓ રાષ્ટ્રપતિભવનમાં આવ્યા ત્યારે લોકસભાની ૪૦૦થી વધુ બેઠકોની બહુમતી  ધરાવતા રાજીવગાંધી દેશના પીએમ હતા.૧૯૮૯માં દેશમાં યોજાયેલા જનરલ ઇલેકશનમાં કૉગ્રેસ પક્ષની હાર થતા ભાજપના ટેકાથી જનતાદળ પક્ષના વી.પી સિંહ વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ વી.પી સિંહે રાજીનામું આપતા કૉગ્રેસના ટેકાથી સમાજવાદી પાર્ટીના ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા હતા.

ચંદ્રશેખરે રાજીનામુ આપતા દેશમાં ફરી જનરલ ઇલેકશન થયું જેમાં સાવ પાતળી બહુમતીથી ૨૧ જુલાઇ ૧૯૯૨માં કૉગ્રેસના પી.વી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા હતા ત્યારે આર વેંકટરામનની મુદત પુરી થવાને ૩૫ દિવસની વાર હતી.

Post Comments