Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમના ૨૩માંથી ચાર જ જજને સમસ્યા, તેમને એક્ટિવિસ્ટ બનવું છે

- સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને તાત્કાલિક બેઠક બોલાવી

- જજોને બહુ મુશ્કેલી હોય તો રાજીનામું આપીને પ્રજા વચ્ચે જાય : અમિતાભ સિંહા

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટિસે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી આરોપો-પ્રત્યારોપોનો દોર શરૃ થઈ ગયો છે. આ સંકટ આવતા જ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને શનિવારે તાત્કાલિક બેઠક બોલાવી છે. સીટિંગ જજોના આરોપો પછી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભાજપના નેતા અમિતાભ સિંહાએ કહ્યું હતું કે, સુપ્રીમમાં કુલ ૨૩ જજ છે, જેમાંથી ફક્ત ચારને જ સમસ્યા છે. આ જજોને એક્ટિવિસ્ટ બનવું છે.

તેમણે આવું કરવાના બદલે રાજીનામું આપી દેવું જોઈએ અને પછી પ્રજાની વચ્ચે જવું જોઈએ. સુપ્રીમ કોર્ટની ગરિમા આ ચાર જજના કારણે ખરડાઈ છે એવો દાવો કરીને સિંહાએ કહ્યું હતું કે, જો આટલી બધી મુશ્કેલી હોય તો ચારેય જજે રાજીનામું આપીને પ્રજા વચ્ચે જવું જોઈએ. આજે પ્રશાંત ભૂષણ અને આ જજો વચ્ચે કોઈ ભેદ નથી રહ્યો. આ મતભેદોને આંતરિક ઉકેલ પણ લાવી શકાયો હોત. અમને નથી લાગતું કે, આ મુદ્દે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ.

આ ન્યાયતંત્રનો આંતરિક મુદ્દો છે, અમે દખલગીરી નહીં કરીએ : કેન્દ્ર
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર
ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મીડિયા સમક્ષ આવેલા ચારેય જજો મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ મુશ્કેલીનો ઉકેલ ન્યાયતંત્ર જ લાવી દેશે. આ ચારેય જજ સિનિયર છે, જેમાં અમે કોઈ જ પ્રકારની દખલગીરી નહીં કરીએ. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યાનુસાર, ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારનું સંકટ આવ્યું નથી. આ મુદ્દે સરકાર રાહ જોશે અને ન્યાયતંત્રને લગતી નીતિ પર નજર રાખશે. કાયદા રાજ્ય મંત્રી પી. પી. ચૌધરીએ કહ્યું હતું કે, આપણું ન્યાયતંત્ર વિશ્વભરમાં પ્રતિષ્ઠા ધરાવે છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે અને તેઓ જાતે જ આ મુશ્કેલીનું નિવારણ લાવી દેશે.  બીજી તરફ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને એવું પણ સૂચન કર્યું હતું કે, પ્રજામાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ ટકી રહે એ માટે તેમણે જલદીમાં જલદી આ મુશ્કેલી ઉકેલી દેવી જોઈએ.

Post Comments