Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાંપ્રદાયિકતા સાથે ભારત કેવી રીતે બનશે વૈશ્વિક શક્તિ? : ભૂતપૂર્વ CJI ખેહર

- ભૂતપૂર્વ જસ્ટિસ ખહેરે ધર્મનિરપેક્ષતાને લઇને પોતાના મંતવ્યો રજૂ કર્યા

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જે. એસ. ખેહરે શુક્રવારે અયોધ્યા વિવાદને શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરતા કહ્યુ કે ભારતે આઝાદી બાદ સંપૂર્ણ ધર્મનિરપેક્ષતાનો માર્ગ પસંદ કર્યો છે. પરંતુ લાગે છે આપણે તે ભૂલી ગયા છીએ, આપણે ફરીથી 'જૈસે કો તૈસા'નું વલણ અપનાવી રહ્યા છીએ. તેમણે ધર્મથી લઇને ધર્મનિરપેક્ષતા, નોટબંધી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય જણાવ્યો. 
 
લાલ બહાદુર શાસ્ત્રી વ્યાખ્યાન આપતા જસ્ટિસ ખેહરે કહ્યુ, 'સૌથી મોટી હિંસા તો ત્યારે થઇ જ્યારે દેશ આઝાદ થયો, એવી ક્રૂરતા સામે આવી જેને પેઢીઓ ભૂલી શકતી નથી.' પરંતુ ભારતમાં કંઇક અલગ બન્યુ. પાકિસ્તાન ઇસ્લામિક રાજ્યુ બન્યું પરંતુ ભારતે ધર્મનિરપેક્ષ  રહેવાનું પસંદ કર્યુ.' તેમણે કહ્યુ કે ભારતના નેતાઓએ સુનિશ્ચિત કર્યુ કે દેશમાં સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષતા આવે. 
 
જસ્ટિસ ખેહરે કહ્યુ કે ચીફ જસ્ટિસ તરીકે તેમણે હિન્દુઓ અને મુસલમાનોને અયોધ્યા વિવાદને મૈત્રીપૂર્ણ ઉકેલ શોધવા માટે મદદ કરવાની રજૂઆત કરી હતી. પરંતુ પૂર્વ ચીફ જસ્ટિસની અપીલ હોવાછતા આ મુદ્દો ત્યાં જ અટકી ગયો છે અને દરરોજ આ મામલે નવા-નવા વિવાદ સર્જાઇ રહ્યા છે.
 
ભૂતપૂર્વ સીજેઆઇ ખેહરે કહ્યુ કે, 'ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને તે વૈશ્વિક શક્તિ બનવા ઇચ્છી રહ્યુ છે, જો તમારે વૈશ્વિક તાકત બનવું છે તો શું તમે આજના વિશ્વમાં સાંપ્રદાયિક રહી શકો છો?' તેમણે કહ્યુ, 'જો તમે ઇસ્લામિક વિશ્વમાં મુસલમાનોના મિત્ર બનવા ઇચ્છો છો તો તમે મુસ્લિમ વિરોધી બની શકો નહીં. જો તમે ખ્રિસ્તીઓ સાથે દોસ્તી કરવા ઇચ્છો છો તો તમે ખ્રિસ્તી વિરોધી ન થઇ શકો. આજકાલ જે કંઇ થઇ રહ્યુ છે તે દેશના હિતમાં નથી. કોઇ પણ યુદ્ધ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય નહીં.'

Post Comments